કોરોના મહામારી બાદ હવે કોલેરાએ માથું ઊંચક્યુંઃ કેસમાં ઓચિંતો ઉછાળો

અમદાવાદ, રાજ્યભરમાં કોરોનાનો કહેર હજુ માંડ માંડ ધીમો પડ્યો છે ત્યાં જ શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું ચે. સ્માર્ટ સિટી અમદાવાદમાં ચોમાસુ શરૂ થતાની સાથે પાણીજન્ય રોગચાળો પણ ચિંતાજનક રીતે વકરતો જાય છે. પ્રદૂષિત પાણીની સમસ્યાને કારણે છેલ્લા જુલાઇ મહિનાની શરૂઆતમાં જ ઝાડા-ઊલટી, કમળો, ટાઇફોડ અને કોલેરાના સેંકડો કેસ નોંધાયા છે. કોરોના વચ્ચે કોલેરાએ માથું ઊંચકતાં તંત્ર પણ વિમાસણમાં મુકાયુ છે.
છેલ્લા એક અઠવાડિયામાં કોલેરાના દર્દી વધી રહ્યા છે. ઝાડા-ઉલટીના કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. કોલેરા એક બેક્ટેરિયલ ચેપ છે. જે પાણીમાં ઊગે છે તે જીવાણુને કારણે થાય છે. કોલેરાને કારણે જીવાણું જે ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા છે. જેને વિબ્રિઓ કોલેરા કહેવાય છે.
વ્યક્તિને સામાન્ય રીતે આ બેક્ટેરિયાયુક્ત પાણી પીવાથી ચેપ લાગે છે. ચેપ મુખ્યત્વે ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. તાજેતરમાં થયેલા વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. શહેર અને જિલ્લામાં તાવ-ઝાડા ઊલટીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આગામી દિવસોમાં ફરી વરસાદ આવશે, ત્યારે આરોગ્ય વિભાગે અત્યારથી જ કમર કસવી જરૂરી છે.
નહીં તો મચ્છરજન્ય રોગચાળો પમ વકરવાની શક્યતા નકારી શકાય નહીં. પાણીજન્ય રોગ થવાના મુખ્ય બે કારણ છે ગંદકી અને પ્રદૂષણ, બેક્ટેરિયા, વાઇરસ અને પરોપજીવો અદ્રશ્ય રીતે પાણીને પ્રદૂષિત કરે છે અને રોગનું કારણ બને છે. એમાંથી ઘણું બધું પ્રદૂષણ પશુઓ અને માનવીય કચરા સાથે સંપર્કમાં આવેલા પાણીનાં ઉપયોગને કારણે થાય છે. પાણીજન્ય રોગ વિવિધ પ્રકારના હોય છે. એમાં ડાયેરિયા અને કોલેરાથી લઇને પોલિયો અને મેનિન્જાઇટિસ સામેલ છે.
કોલેરાના ગંભીર કેસમાં અતિશય ઝાડા થઇ શકે છે, ઊલટી થઇ શકે છે અને પગમાં ખેંચ આવી શકે છે. શરીરમાંથી ઝડપથી પ્રવાહી વહી જતાં એ ડિહાઇડ્રેશન થાય છે. સારવાર ન મળે, તો દર્દીનું ગણતરીના કલાકોમાં મૃત્યુ થઇ શકે છે. આ અંગે ડો. હિમાંશુ શાહે ઉપાય તરીકે જણાવ્યું હતું કે સર્વપ્રથમ ડોક્ટરનો સંપર્ક કરવો અને દવા લેવી, પણ સ્વચ્છ ગાળેલું અથવા ઉકાળેલું પીવુ.
જાે નહાવાનું પાણી ચોખ્ખુ ન હોય, તો નુકસાનકારક બેક્ટેરિયામાંથી છુટકારો મેળવવા એન્ટિસેપ્ટિક લિક્વિડ ઉમેરો. ભોજન બનાવતા અગાઉ અને બની ગયા પછી, ભોજન લેતા અગાઉ અથળા કશું પણ પીતા અગાઉ સાબુથી હાથને બરોબર ધોઇને, હાથની સ્વચ્છતા જાળવો.
ખાદ્ય પદાર્થો ધોયેલા હોય તથા નુકસાનકારક બેક્ટેરિયા અને ૧અન્ય નુકસાનકારક જીવાણુઓથી મુક્ત બરોબર રાંધેલા હોય તો ખાસ જાેવું. જ્યારે બહાર ખાઓ કે પીઓ, ત્યારે શક્ય હોય ત્યાં સુધી ડિસ્પોઝેબલ ગ્લાસ અને પ્લેટનો ઉપયોગ કરો. વોટર ટ્રીટમેન્ટ ઉપકરણોની નિયમિત સર્વિસ અને મેન્ટેનન્સ કરાવો.