સ્નેચિંગ અને ચોરી કરી સસ્તા ભાવે મોબાઈલ વેચવાનો રેકેટ પકડાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
ડીસીબી પોલીસ 66 મોબાઈલ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા.
સુરત, ડીસીબી પોલીસે બાતમીના આધારે ઉન પાટિયા વિસ્તારમાંથી બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 3 લાખથી વધુની કિમંતના 66 જેટલા મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.આરોપીઓ પૈકી એક આરોપી મોબાઈલ સ્નેચિંગ અને ચોરી કરતો હતો જયારે બીજો આરોપી ચોરીના મોબાઈલ સસ્તા ભાવમાં વેચી મારતો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડીસીબી પોલીસે બાતમીના આધારે ઉન પાટિયા ખાતે આવેલ અલીમા રેસીડેન્સીની સામેથી આરોપી અઝરૂદ્દીન ઉર્ફે બાણું ઉર્ફે અઝહર કાલિયો નસરુદ્દ્દીન શેખ રહે-ભેસ્તાન આવાસ અને મોહસીનખાન ઉર્ફે સલમાન પઠાણ રહે-સંજય નગર ઉન પાટિયાને ઝડપી પાડયા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.3.53.500 ની કિંમતના 66 મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.પોલીસે આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી અઝહર ઉર્ફે બાણું શહેરના અલગ અલગ વિસ્તારોમા રાહદારીઓના મોબાઈલ સ્નેચિંગ કરી
તેમજ જાણીજોઈને ટૂ વ્હીલર પાસે પોતાની બાઇકને બ્રેક મારી બાઈક ચાલકનોઁ ધ્યાન ભટકાવી તેની પાસેનો મોબાઈલ ચોરી કરી લેતો તેમજ રિક્ષામાં પણ મુસાફરોને આગળ પાછળ ખસવાનું કહી મોબાઈલ ચોરી કરી લેતો અને આ મોબાઈલ ફોન આરોપી મોહસીન ખાનને આપતો હતો જે લોકોને સસ્તા ભાવમાં વેચતો હતો.આ સિવાય પોલીસે શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં નોંધાયેલા 10 ગુનાના ભેદ ઉકેલી કાઢી આરોપીઓ સામે આગળની વધું કાર્યવાહી હાથ ધરી છે.