Western Times News

Gujarati News

કલર ટેક્સની કંપનીમા ઉપયોગમાં લેવાતો ચુના પાવડરની આડમાં દારૂની હેરફેર

પ્રતિકાત્મક

પીસીબી પોલીસે ચુના પાવડર ભરેલા ટ્રકમાંથી 2 લાખથી વધુના દારૂ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા

સુરત,  પીસીબી પોલીસે બાતમીના આધારે સચિન જીઆઇડીસી નાકા પાસેથી રાજસ્થાન પાસિંગની એક ટાટા એલપીએસ ટ્રક પકડી પાડ્યો હતો અને ટ્રકની તપાસ દરમિયાન તેમાંથી રૂ.2 લાખથી વધુનો દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો તેમજ ચાર આરોપીઓની અટક પણ કરવામાં આવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીસીબી પોલીસની એક ટીમે બાતમીના આધારે સચિન જીઆઇડીસી નાકા સ્થિત ભારત પેટ્રોલ પંપની સામે ખુલ્લા મેદાનમા વોચ ગોઠવી એક ટ્રક પકડી પાડ્યો હતો અને ટ્રકમાં ભરેલી ચુના પાવડરની ગુણોની આડમાંથી અલગ અલગ બ્રાન્ડની રૂ.2.28 લાખથી વધૂની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો

તેમજ આરોપીઓ ભાખર રામ અમરા રામ ભાટ,રામસ્વરૂપ સોહનલાલ બિસ્નોઈ,કિશનલાલ બરમાનંદ શર્મા અને શ્રવણ જોરા રામજી કુમાવતને ઝડપી પાડયા હતા.પોલીસે જણાવ્યું હતું કે કલર ટેક્સ કંપનીમાં જે ચુના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે

તે પાવડરની ગુણની આડમાં આરોપીઓ દારૂનો જથ્થો હેરફેર કરવા માટે સચિન જીઆઇડીસી નાકા પાસે દારૂની જથ્થો સગેવગે કરવાના ફિરાકમાં હતા.પોલીસે દારૂનો જથ્થો તેમજ ટ્રક અને અન્ય માલ સહીત 29.32 લખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધૂ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.