Western Times News

Gujarati News

રાજદ નેતા તેજ પ્રતાપ યાદવની અચાનક તબિયત લથડી

પટણા: બિહારનાં આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવની મંગળવારે મોડી રાત્રે અચાનક તબિયત લથડી ગઇ. તેમને વધારે તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેજ પ્રતાપ સરકારી આવાસમાં જ ડોકટરોની સંભાળ હેઠળ છે. વળી તેજસ્વી યાદવ પણ તેમના ભાઇની તબિયત લથડી હોવાના સમાચાર સાંભળીને ઘટના સ્થળે પહોંચી ગયા છે. જાે કે, ડોકટરો કહે છે કે કોરોના વેક્સિન લીધા પછી થોડી તબિયત લથડી છે. જાેકે, હવે તેમની તબિયત સ્થિર છે.

મળતી માહિતી મુજબ તેજશ્વી અને તેમના ભાઈ તેજ પ્રતાપે ૩૦ જૂને પટણાની મેદાંતા હોસ્પિટલમાં સ્પુટનિક વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. વેક્સિન લીધા બાદ તેજસ્વી યાદવે કહ્યું હતું કે, કેટલાક લોકો મારા વેક્સિન ન લેવા પર સવાલો કરી રહ્યા છે, જે લોકો બોલવા માંગે હતા તે બોલતા રહેશે, પણ મેં એવુ તો ક્યારે કહ્યું ન હોતું કે હું વેક્સિન નહીં લઉં, મેં કહ્યું હતુ કે જ્યારે વેક્સિન આવશે ત્યારે હું લઈશ. વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ તેજસ્વી યાદવે કહ્યું હતું કે, અમે લોકોને સતત વેક્સિન લેવાની અપીલ કરી રહ્યા છીએ અને અમારા નેતાઓએ પણ વેક્સિન લીધી છે. વેક્સિન ઉપરાંત કોરોના માટે બીજી કોઈ સારવાર નથી. અમારે લોકો વચ્ચે રહેવું છે, તેથી અમે કોરોના વેક્સિન લીધી છે. નહી લઇએ તો કાલે એવુ કહેવામાં આવશે કે અમે કોરોના ફેલાવી રહ્યા છીએ.

રાષ્ટ્રીય જનતા દળે તાજેતરમાં તેનો ૨૫ મો સ્થાપના દિવસ (આરજેડી ૨૫ મો સ્થાપના દિવસ) ઉજવ્યો હતો. પાર્ટીનાં પ્રમુખ લાલુ યાદવે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પટનામાં આ કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કર્યું હતું અને કાર્યકરોને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ પ્રસંગે તેમની પત્ની રાબડી દેવી પણ હાજર હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.