પૂર્વ મંત્રી ચિદમ્બરમ કેદી નંબર ૧૪૪૯ છે
નવી દિલ્હી : આઇએનએક્સ મામલામાં તિહાર જેલમાં પહોંચી ગયેલા પૂર્વ કેન્દ્રિય પ્રધાન પી. ચિદમ્બરમની મુશ્કેલીમાં હવે વધારો થઇ રહ્યો છે. જેલમાં તેઓ ભારે પરેશાન થયેલા છે. ચિદમ્બરમ હાલમાં જેલની રોટલી ખાઇ રહ્યા નથી. જા કે ચિદમ્બરમ દાળ અને ભાત ખાઇ રહ્યા છે. જેલના વિચારાધીન કેદી નંબર ૧૪૪૯ તરીકે ચિદમ્બરમ રહેલા છે. તિહાર જેલમાં તેમને રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવ્યા છે. જેલમાં તેઓ હાલમાં ભારે ગરમી અને ઉમસથી પરેશાન છે.
જેલમાં ગંદકી અને ગંધથી તેઓ પરેશાન થયેલા છે. તિહાર જેલના એડિશનલ આઇજી રાજકુમારે કહ્યુ છે કે હજુ સુધી કેટલાક દિવસ પહેલા તેમને જેલ નંબર સાતનો પ્રવાસ કર્યો હતો. ત્યાં ભારે ગંદકી છે. જા કોઇ કેદી ફરિયાદ કરે છે તો નોંધ લેવામાં આવે છે. આ જ જેલ નંબર સાતની વાત કરવામાં આવે તો કેદીઓને રાખવાની ક્ષમતા ૩૫૦ છે.
જા કે અહીં ૬૫૦ કેદી રાખવામાં આવ્યા છે. તેમાં બંને પ્રકારના કેદી સામેલ છે. ચિદમ્બરમ ટાઇમ ટેબલ મુજબ પોતાના કામ કરે છે. તેઓ સમયસર ઉંઘી જાય છે અને સમયસર ઉઠી જાય છે. તેઓ સમયસર જ જમે છે. જેલમાં મળેલી તમામ ચીજા ચિદમ્બરમ ખાઇ લે છે. જા કે જેલની રોટલી ખાવામાં તેઓ ખચકાટ અનુભવ કરી રહ્યા છે.
જેમાં તૈયાર આલુ પુરી તેઓ ખાઇ ચુક્યા છે. ચિદમ્બરમ અહીં દુધની સરખામણીમાં ચા વધારે પીવે છે. પૂર્વ કેન્દ્રિય પ્રધાનની તકલીફ હાલમાં ઓછી થાય તેવી શક્યતા ઓછી છે. મની લોન્ડરિંગ કેસમાં તેમની સામે તપાસ ચાલી રહી છે. સીબીઆઇ અને ઇડી દ્વારા તેમની સામે સકંજા મજબુત કરવામાં આવી ચુક્યો છે.
જા કોઇ કેદી દ્વારા ગદંગીને લઇને ફરિયાદ કરવામાં આવે છે ત્યારે ધ્યાન આપવામાં આવે છે. ચિદમ્બરમે જેલ વહીવટીતંત્ર સમક્ષ હજુ સુધી ગરમી અને અન્ય બાબતોને લઇને કોઇ ફરિયાદ કરી નથી. જા કે, જેલના સુત્રોએ કહ્યું છે કે, માત્ર આ જેલમાં જ નહીં બલ્કે જુદી જુદી જેલમાં પણ આ પ્રકારની ગંદગીની સ્મેલ આવતી રહે છે.
આનુ મુખ્ય કારણ કેદીઓની વધતી જતી સંખ્યા છે. આ જેલ નંબર ૭ની વાત કરવામાં આવે તો કેદીઓની ક્ષમતા સામે બે ગણા કેદીઓ છે. બીજા કેદીઓ ચિદમ્બરમને દૂર રાખવાના પ્રયાસ થઇ રહ્યા છે. ચિદમ્બરમ તરફથી હજુ સુધી કોઇ ખાસ ચીજની માંગ કરવામાં આવી નથી. તેમને સેલમાંથી બહાર કાઢવામાં આવે છે
ત્યારે આ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે કે, એ ગાળા દરમિયાન અન્ય કેદી પોતાના વોર્ડ અથવા સેલમાંથી બહાર રહે છે. તેમની સુરક્ષાને લઇને કોઇપણ પ્રકારનો ખતરો ન થાય તેવા પ્રયાસ કરવામાં આવે છે. આ જ જેલ નંબર ૭માં જમ્મુ કાશ્મીરના અલગતાવાદી લીડર યાસીન મલિકને પણ રાખવામાં આવ્યા છે. તેમને ચિદમ્બરમથી દૂર અન્ય સેલમાં રખાયા છે.