Western Times News

Gujarati News

રાજ્યમાં ધોરણ ૬થી ૧૨ નાં વિદ્યાર્થીનીઓને સ્વ-રક્ષણ તાલીમ અપાશે

Files Photo

ગાંધીનગર: ગુજરાતમાં ધોરણ-૬ થી ૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ કોઇપણ પ્રકારની આપત્તિ સામે રક્ષણ મેળવી શકે એ હેતુ સ્વ-રક્ષણ તાલીમ આપવાનો ર્નિણય કર્યો છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદના નેજા હેઠળ સમગ્ર આયોજન થયું છે.
ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો ર્નિણય કર્યો છે. વર્તમાન સમયમાં સ્ત્રી અત્યાચાર કે મહિલા બળાત્કાર જેવી ઘટના રોજીંદી પ્રક્રિયાના ભાગરૂપે બનતી આવી છે. આ પ્રકારની ઘટના અટકાવવા મહિલા સ્વરક્ષણ પૂરૂં પાડવાનો ર્નિણય. કર્યો છે.

ગુજરાત શાળા શિક્ષણ પરિષદએ તમામ જિલ્લાશિક્ષણાધિકારીને આ અંગે પત્ર પાઠવ્યો છે. પત્રમા જણાવ્યા મુજબ ઘોરણ-૬થી ૧૨ની વિદ્યાર્થીની શાંતિપૂર્વક અભ્યાસ કરી શકે અને સલામત રીતે અભ્યાસ કરી શકે તે હેતુ સ્વ-રક્ષણનો અભિગમ અપનાવાયો છે. વિદ્યાર્થીનીઓને ખાસ કોચના માધ્યમથી તાલીમ અપવામાં આવશે.. સપ્ટેમ્બર – ૨૦૨૧માં તાલીમ કાર્યક્રમ શરૂ થાય એ મુજબ આયોજન કરવામાં આવ્યું છે.

જાે કે અમુક શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીનીઓને આ પ્રકારે તાલીમ અપાય છે. પરંતુ હવે સ્વરક્ષણ હેતુ વિદ્યાર્થીનીઓને તાલીમ આપી તૈયાર કરવામાં આવે છે. શિક્ષણ પરિષદના નેજા હેઠળ વિદ્યાર્થીનીઓને તાલીમ મળતાં તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે. વિદ્યાર્થીનીઓને હિંમત મળશે. પરિણામે વિદ્યાર્થીનીઓને મળેલી તાલીમનો ઉપયોગ પોતોના માટે જ સંકટ સમયે કરી શકે તે મુજબ વિદ્યાર્થીનીઓને તૈયાર કરવામાં આવશે. શિક્ષણ પરિષદના આ અભિગમને વિદ્યાર્થીનીઓએ આવકાર આપ્યો છે. દરમિયાન હવે વિદ્યાર્થીનીઓને આપવાની થતી તાલીમ નિયમિત મળતી રહે તો ચોક્કસ હમ કિસી સે કમ નહીં ની પ્રતિતિ વિદ્યાર્થીનીઓ કરાવવા કટિબદ્ધ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.