માતા-પિતાની સામે જ ૧૬ વર્ષની સગીરા પર ગેંગરેપ

Files Photo
બરેલી: સ્કૂલમાં ભણતી ૧૬ વર્ષની એક છોકરી પર કંપારી ઉઠી જાય તે રીતે દિવસો સુધી તેને બંધક બનાવી ગેંગરેપ ગુજારાયો હોવાની એક ઘટના યુપીમાં બની છે. ધૃણાસ્પદ વાત એ છે કે, આઠ બળાત્કારીઓએ છોકરીના માતાપિતા સામે જ તેના પર ગેંગરેપ કર્યો હતો. છોકરીનો વાંક માત્ર એટલો હતો કે તેનો મોટો ભાઈ પોતાની પ્રેમિકાને લઈને ભાગી ગયો હતો.
મુરાદાબાદ જિલ્લાની આ ઘટનામાં પ્રેમી-પ્રેમિકા ભાગી ગયાની જાણ થતાં છોકરીના ઘરવાળા યુવકના પરિવારજનોને પકડીને અમરોહા રેલવે સ્ટેશન નજીકના એક ઘરમાં લવાયા હતા. ૨૮ જૂનના રોજ તેમને ત્યાં લવાયા તે વખતે તેમનો ઉદ્દેશ માત્ર છોકરી ભાગીને ક્યાં ગઈ છે તે જાણવાનો જ નહીં, પરંતુ યુવકના પરિવારજનોને પાઠ ભણાવવાનો હતો. તેના માટે તેમણે એટલો ભયાનક પ્લાન બનાવ્યો હતો કે તેના વિશે સાંભળી કોઈપણ કાંપી ઉઠે.
યુવક જે છોકરીને લઈને ભાગ્યો હતો તેના પિતા, ભાઈઓ અને કાકાઓએ તેની બહેનનો તેના માતાપિતા સામે જ અનેકવાર ગેંગરેપ કર્યો હતો. ૨૯ જૂને છોકરીના માતાપિતાને તેમને જ્યાં બંધક બનાવાયા હતા ત્યાંથી નીકળી જવા માટે કહેવાયું હતું. તેમને એવી ધમકી પણ અપાઈ હતી કે જાે તેમણે આ ઘટના અંગે પોલીસને જાણ કરી તો છોકરીને ખતમ કરી દેવામાં આવશે. માતાપિતાને મોકલી દેવાયા બાદ છોકરીને બીજા ચાર દિવસ સુધી બંધક બનાવી રખાઈ હતી, અને તેના પર આ દરમિયાન અનેકવાર રેપ કરી આખરે ૪ જુલાઈએ તેને છોડવામાં આવી હતી.