Western Times News

Gujarati News

વેક્સિનેટરે મહિલાના બંને હાથમાં રસી લગાવી દીધી

Files Photo

ઝુંઝુનુ: અત્યારે દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. કોરોનાનો સામનો કરવા માટે રસીને અત્યંત મહત્વનું હથિયાર માનવામાં આવે છે. પરંતુ રસીકરણ અભિયાનમાં લોકો દ્વારા તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા વર્તવામાં આવતી લાપરવાહીના અનેક ઉદાહરણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ઝુંઝુનુના બાકરા ગામના વેક્સિનેશન કેમ્પથી એક આવી વાત સામે આવી છે. અહીં કેમ્પમાં એક મહિલા રસી લેવા માટે આવી હતી. કેન્દ્ર પર બે વેક્સિનેટર રસી મુકી રહી હતી. બન્ને ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતી. રસી લેવા જનાર મહિલા ત્યાં બેસે છે અને પછી ફોન પર વાત કરવામાં બન્ને તે મહિલાને રસી મુકી આપે છે. રસી લેનાર મહિલાના જણાવ્યા અનુસાર, બન્ને સ્વાસ્થ્ય કર્મચારીઓ વાતો કરવામાં વ્યસ્ત હતી.

હવે આ ભૂલની જવાબદારી કોણ લેશે? કામના સમયે ફોન પર વાત કરવાને કારણે કર્મચારીઓએ કોઈના જીવનને જાેખમમાં નાંખ્યું. મહિલાના પરિવારને ચિંતા છે કે એકસાથે બે રસી લેવાને કારણે હવે શું થશે ? સમગ્ર બાબતની વિસ્તારપૂર્વક વાત કરીએ તો બાકરા ગામમાં ત્રણ જુલાઈના રોજ રસીકરણ કેમ્પ લાગ્યો હતો. બાકરા ગામમાં રહેતા સુરેન્દ્ર કુમાર જાંગિડના પત્ની માયા દેવી પણ રસી લેવા માટે કેમ્પ પહોંચ્યા હતા. રસીકરણ કેન્દ્ર પર એક રુમમાં બે કર્મચારીઓ રસી આપી રહ્યા હતા. માયા દેવી જ્યારે ઓરડામાં પ્રવેશ્યા તો બન્ને કર્મચારીઓ ફોન પર વાત કરી રહ્યા હતા. માયા દેવી તેમની વચ્ચે પડેલા એક સ્ટૂલ પર બેસી ગયા.

તેઓ ત્યાં બેઠા તો ફોન પર વાત કરી રહેલ એક કર્મચારીએ તેમને રસી મુકી દીધી. બીજી બાજુથી અન્ય કર્મચારીએ પણ તેમને રસી મુકી દીધી.માયા દેવીએ જણાવ્યું કે, તેમણે કર્મચારીઓને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ રોકાયુ ના અને રસી મુકી દેવામાં આવી. ત્યારપછી જ્યારે આ વાતની જાણ થઈ તો તેમને કેન્દ્ર પર રોકાઈને એક કલાક રાહ જાેવાનું કહેવામાં આવ્યું. માયા દેવીને અત્યાર સુધી કોઈ સાઈડ ઈફેક્ટ જાેવા નથી મળી. મહિલાના પતિ જણાવે છે કે જાે તેમની પત્નીને કંઈ થશે તો આરોગ્ય વિભાગ જવાબદાર કહેવાશે. આ એક મોટી ગેરજવાબદારી છે અને અન્ય કોઈ સાથે આમ ના થવું જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.