માં મેલડીનું વાહન બકરો માં અંબાના રંગે રંગાયો

(તસ્વીરઃ- હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા)
ખેડબ્રહ્મા, ૮મી સપ્ટેમ્બરથી અંબાજી મહામેળામાં માં અંબાનાં ધામે ઊમટી પડી માનાં દર્શનાર્થે શિશ ટેકવવા ચારે દિશામાંથી તમામ માર્ગાે પદયાત્રિકોનાં તીવ્ર ધસારાથી જય અંબેના જય જયકારથી ગૂંજી રહ્યાં છે. સર્વત્ર માનવ આલમમાં અતિ ઉમંગ-ઉત્સાહ અને આનંદ જાવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુ માઈ ભક્તો શ્રદ્ધા-આસ્થાપૂર્વક માં અંબેના રંગે રંગાઈ જવા પામ્યા છે. ત્યારે ગતરોજ સોશિયલ મીડિયાનાં માધ્યમથી હકીક જાણવા મળી છે કે, દાહોદથી અંબાજી પગપાળા જતાં યાત્રિકો સાથે ઝાલોદથી બકરો (માં મેલડીનું વાહન)માં અંબાના રંગે રંગાઈને પદયાત્રિકો સાથે જાડાઈને માં અંબાના રંગે રંગાઈને પદયાત્રિકો સાથે જાડાઈને માં અંબાના ધામ તરફ જવાની વાટ પકડી લીધી છે. ત્યારે અબોલ જીવો પણ માં અંબાના રંગે રંગાઈ જવામાં બાકાત નહીં હોવાની સાક્ષી પૂરી રહ્યાં છે.