સાસંદ સભ્ય અને ઘારાસભ્યની ગ્રાન્ટમાથી બનાવેલ વિરપુર તાલુકાના પીકઅપ સ્ટેન્ડ બન્યા હાડપિંજર

(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના ગામડાઓમાં વર્ષો પહેલાં બનાવેલ પીકઅપ સ્ટેન્ડો અત્યંત જોખમી હાલતમાં ઊભા છે ગમેતે સમયે જર્જરિત પીકઅપ સ્ટેન્ડો પડી શકે છે તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી તાલુકામાં લગભગ ૬૮ પીકઅપ સ્ટેન્ડો બનાવવામાં આવ્યા છે જે સાસંદ સભ્ય તેમજ ઘારાસભ્યની ગ્રાન્ટમાથી બનાવવામાં આવ્યા છે આ તમામ પીકઅપ સ્ટેન્ડો સ્લેબ પરના પોપડા ઉખડી ગયા છે તેમજ પીકઅપ સ્ટેન્ડના પાયામાં વરસાદી પાણી અવાર નવાર ભરાઈ જવાના કારણે બસ સ્ટેન્ડની તમામ દિવાલોનુ ઘોવાણ થતાં ગમે ત્યારે તુટી પડે તેવી સ્થીતી દેખાઈ રહી છે આવા અત્યંત જોખમી કાળ બનીને ઊભા પીકઅપ સ્ટેન્ડ કોઈક દિવસ મોટો અકસ્માત સર્જાશે તેમ? લાગી રહ્યું છે જ્યારે આવા પીકઅપ સ્ટેન્ડોને સ્થાનિક તંત્ર દ્વારા દુર કરવામાં આવે તેવી પ્રજાની માંગ છે આ પીકઅપ સ્ટેન્ડોને જર્જરિત હાલતમાં હોવાની પ્રજા દ્વારા ?સ્થાનીક તંત્રને મૌખિક તેમજ લેખીત રજુઆત કરી હોવા છતાં સ્થાનિક તંત્ર અકસ્માતની રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે તેમ નિષ્ક્રિય જોવા મળ્યું છે જો વહેલી તકે આ જર્જરિત પીકઅપ સ્ટેન્ડોને દુર નહીં કરવામાં આવે આવાનાર સમયમાં સ્ટેન્ડની અંદર બેઠેલા માણસોને ભરખી જસે તેમ દેખાઈ રહ્યું છે.*