Western Times News

Gujarati News

યોગીના કેબિનેટનું પણ વિસ્તરણ થઇ શકે છે,નવા ચહેરાઓ સામેલ થશે

લખનૌ: કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પછી હવે રાજ્યમાં યોગી સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. યોગી મંત્રીમંડળમાં નબળા પ્રદર્શનવાળા પ્રધાનોને હટાવી શકે છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, જાતિ અને પ્રાદેશિક સંતુલન બનાવવા માટે કેટલાક નવા ચહેરાઓ સામેલ કરી શકાય છે.

નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં યોજાનારી ભાજપની રાજ્ય કાર્યકારી સમિતિની બેઠક બાદ યોગી કેબિનેટમાં આંશિક ફેરફાર કરવામાં આવી શકે છે. ગયા વર્ષે વિધાન પરિષદમાં મોકલવામાં આવેલા સભ્યોની સાથે કેટલાક ધારાસભ્યોનો પ્રધાનમંડળમાં સમાવેશ થઈ શકે છે. નોંધનીય છે કે રાજ્ય પ્રભારી રાધા મોહન સિંહે સંકેત આપી દીધા છે

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ કેબિનેટમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે યોગ્ય સમયે ર્નિણય લેશે. વિધાન પરિષદમાં ચાર નવા સભ્યોની નિમણૂક થયા પછી સરકાર અને સંગઠનો કેબિનેટ ફેરબદલની કવાયત શરૂ કરી શકે છે.

ઉલ્લેખનીય છે આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચુંટણી થવાની છે તે ધયાનમાં રાખીને આગામી યોગીનું મંત્રીમંડળ વિસ્તરણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.