ફ્રાંસની અદાલતે ભારત સરકારની ૨૦ સંપત્તિઓ ટાંચમાં લેવાના આદેશ આપ્યા
નવીદિલ્હી: ફ્રાંસની એક અદાલતએ બ્રિટનની કૈર્ન એનર્જી પીએલસીને ૧.૭ બિલિયન અમેરિકન ડોલરનો દંડ વસૂલવા માટે ફ્રાંસમાં લગભગ ૨૦ ભારતીય સરકારી મિલકતોને જપ્ત કરી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા આ માહિતી હાલ સમગ્ર ભારતીય મીડિયામાં ચર્ચાઇ રહી છે. અદાલત દ્વારા ૧૧ જૂને કૈર્ન એનર્જીને ભારત સરકારની મિલકતો જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ ફ્લેટ સામેલ છે.
બુધવારે આ વિશેની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી થઈ ગઈ.
ફ્રાંસની અદાલતે ડિસેમ્બરમાં ભારત સરકારને આદેશ આપતા કહ્યું હતું કે તેઓ કૈર્ન એનર્જીને ૧.૨ ડોલરથી વધુ વ્યાજ અને દંડ ચૂકવે.ભારત સરકાર દ્વારા આ આદેશનું પાલન કરવામાં આવ્યું નહીં. ત્યારબાદ કૈર્ન એનર્જી દ્વારા ભારત સરકારની ફ્રાંસમાં રહેલી મિલકત જપ્ત કરીને તે રકમ વસૂલ કરવા માટે વિદેશના ન્યાયાલયમાં અપીલ કરી હતી.
કૈર્ન એનર્જી એક માત્ર એવી કંપની હતી, જેના વિરુદ્ધ સરકારે પૂર્વ પ્રભાવથી વ્યાજ વસૂલવા માટેની કાર્યવાહી કરી હતી. અદાલતમાં આ અરજી પર કેસ લાંબો ચાલ્યા બાદ સરકારે વેદાંત લિમિટેડમાં કેયર્નની ૫ ટકા ભાગીદારી વેચી નાખી. લગભગ ૧,૧૪૦ કરોડ રૂપિયાનો પ્રોફિટ જપ્ત કરવામાંઆવ્યો અને ૧,૫૯૦ કરોડ રૂપિયાનો ટેક્સ રિફંડ ના કર્યો. સાથે સાથે કૈર્ન? એનર્જી સિવાય સરકારે આવી જ માંગણી બીજી સહાયક કંપની કૈર્ન? ઈન્ડિયા (જે હવે વેદાંત લિમિટેડનો ભાગ છે) તેની પાસે પણ કરી છે.