Western Times News

Gujarati News

એમેઝોન ડિજિટલ કેન્દ્રનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગર: રાજય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ એમેઝોન ડિજિટલ કેન્દ્રનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ એમ.કે.દાસની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે કોરોનાના આ કપરા સમયે આર્થિક ગતિવિધિઓ ને અસર પહોંચાડી છે પરંતુ ગુજરાત અને ગુજરાતીઓમાં વેપાર વણજ ,સાહસિકતા અને આપત્તિ ને અવસરમાં પલટાવવા ની આગવી કુનેહ પહેલેથી જ પડેલી છે. ગુજરાતના લોકો આ કપરા સમયમાં પણ ઉદ્યોગ વેપાર અને આર્થિક પ્રવૃત્તિ અટક્યા નથી.

હવે એમેઝોન જેવા વર્લ્‌ડ ક્લાસ ઓન લાઇન બિઝનેસ સાહસના આ ડિજિટલ કેન્દ્ર શરૂ થવાથી સુરતના ૪૧ હજાર જેટલા એમ એસ એમ ઇ ને પોતાના ઉદ્યોગો ને વિશ્વ બજાર માં વેચાણ માટે ઇ કોમર્સ તાલીમ, માર્ગદર્શન અને સંસાધન બધું જ એક જ છત્ર અંડર વન રૂફ મળશે એમ પણ વિજય ભાઈ રૂપાણીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત હરેક ક્ષેત્રે અગ્રેસર છે હવે આ ડિજિટલ કેન્દ્ર ઇ કોમર્સ ના સેક્ટરમાં પણ અગ્રેસર બનશે અને વધુ રોજગારીની તકો આ સેકટર પૂરી પાડશે.

ગુજરાતે કોરોના સમયમાં પણ દેશ ભરમાં સૌથી વધુ ૩૭ ટકા એફ.ડી આઇ મેળવ્યું છે. એટલું જ નહિ બિઝનેસ ફ્રેન્ડલી પોલિસી અને અન્ય પ્રોત્સાહનોને પરિણામે ગુજરાત બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પણ બન્યું છે. મુખ્યમંત્રીએ ગુજરાતની આ વિકાસ યાત્રામાં એમેઝોનના આ ડિજિટલ કેન્દ્ર ના પ્રારંભને આવકારી સહયોગની ખાતરી આપી હતી.
આ અવસરે એમેઝોન ઈન્ડીયાના કન્ટ્રી હેડ અમિત અગ્રવાલ ,પબ્લિક પોલિસી વાઇસ પ્રેસિડેન્ટ ચેતન ક્રિશ્ના સ્વામી, કનઝ્‌યુમર બિઝનેસ વાઇસ પ્રેસિડેન્ટ મનીષ તિવારી વગેરે પણ વર્ચ્યુઅલ માધ્યમથી જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.