ગળતેશ્વરના વડુંમથક સેવાલીયા ખાતે ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતેના મહાકાલ ગ્રૂપના મિલ્ટન પાપા ભાઈ ક્રિશ્ચનના નેતૃત્વમાં યુવાનો દ્વારા રાગણી માતાના મંદિરે ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. સેવાલીયાના ઓમ બંગ્લોસ, વૈભવ બંગ્લોસ, કચ્છી ચાલી, ઉર્મિલા નગર, ખાતે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. ડીજે તાલ સાથે ગણેશ ભક્તો એ રંગેચગે ગણેશ ઉત્સવની ઉજવણી કરી હતી. અને અગલે બરસ જલ્દી આનાના ગીત સાથે ઈમોશનલી વાતાવરણ વચ્ચે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સેવાલીયા ખાતે તાઃ-૦૮-૦૯-૨૦૧૯ ના રોજ મહીસાગર નદીના કિનારે ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતું. ત્યારે ગણેશ ઉત્સવ દરમિયાન દરેક ઘરોમાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિ બાપ્પા મોરિયાની ધૂન બોલાવવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ગણપતિ બાપ્પા મોરિયા શા માટે કહેવામાં આવે છે. અને સાથે જ જાણી લો કે ગણેશજીના ૩૨ નામ કયા છે. જે તમે ભાગ્યે જ જાણતા હશો.
ગણેશજીના ૩૨ નામો કયા છે?
૧૯મી સદીમાં મૈસૂરના વાડિયાર સામ્રાજ્યના રાજાએ ભગવાનની મુર્તિઓની યાદી બનાવડાવી હતી. કન્નડ ભાષામાં લખાયેલી આ યાદી શ્રી-તત્વ-નિધિ કહેવાય છે. તેમાં ગણેશના ૩૨ જુદા જુદા સ્વરુપ મળે છે. જેમકે બાલ ગણેશ, તરુણ ગણેશ, ભક્ત ગણેશ, વીર ગણેશ, શ ક્તિ ગણેશ, દ્વીજ ગણેશ, સિદ્ધિ ગણેશ, ઉચ્ચીષ્ઠ ગણેશ, વિધ્ન ગણેશ, ક્ષીપ્રા ગણેશ, હેરમ્બ ગણેશ, લક્ષ્મી ગણેશ, મહા ગણેશ, વિજય ગણેશ, નૃત્ય ગણેશ, ઉર્ધ્વ ગણેશ, એકાક્ષરા ગણેશ, વર ગણેશ, એકદન્ત ગણેશ, ઉદંડ ગણેશ, દંડી ગણેશ, રણમોચન ગણેશ, દ્રિમુખ ગણેશ, ત્રિમુખ ગણેશ, સિંહ ગણેશ, દુર્ગા ગણેશ, યોગ ગણેશ, સૃષ્ટિ ગણેશ, સંકટહર ગણેશ વગેરે.
ગણપતિ બાપ્પા મોરિયા કેમ? “ગણપતિ બાપ્પા મોરિયા” સૂત્ર કેમ બોલાય છે તેની પાછળની કથા પણ જાણીએ. મહારાષ્ટ્રના મોરગાંવ મંદિર સાથે નજીકથી જાડાયેલા મોરિયા ગોસાવીએ ગણેશ પૂજાને ખ્યાતિ અપાવી હતી. સંત મોરિયા ગોસાવીએ જીવનભર માત્ર ગણેશની જ પૂજા કરી. તેમની યાદમાં મોરગાંવના ગણેશ મોરેશ્વર કહેવાયા અને ભક્તો ગણેશને ગણપતિ બાપ્પા મોરિયા કહે છે. પેશ્વાઓએ મરાઠા સામ્રાજ્યનું શાસન સંભાળ્યુ ત્યારે તેમના રાજ ભગવાન ગણેશ બનાવ્યા. તેઓ જ્યાં ગયા ત્યાં ગણેશ પૂજન કરાવ્યું.૧૮૯૩ સુધી ગણેશ ચતુર્થીનો ઉત્સવ મોટેભાગે રુઢિચુસ્ત બ્રાહ્મણો જ ઉજવતા હતા.
૧૮૯૩માં બાળગંગાધર ટિળકે પૂનામાં આયોજન કરી આ ઉત્સવને જાહેર ઉત્સવ બનાવી દીધો. રાજકીય મેળાવડા અંગ્રેજાને પસંદ નહોતા એટલે ટિળકે અંગ્રેજા સામે સંગઠિત થવા ગણેશ ઉત્સવ જેવા ધાર્મિક ઉત્સવનો આશરો લીધો. ભવિષ્યના રાજકીય મેળાવડાની રુપરેખા પણ અહી જ ઘડાવવા લાગી હતી. આ રીતે આ તહેવાર ધીરેધીરે સમગ્ર ભારતમાં ધામધુમથી ઉજવવાની શરૂઆત થઈ છે.*