કોરોના વાયરસના નવા કેસમાં મામૂલી ઘટાડો થયો
નવી દિલ્હી: દેશમાં કોરોનાની સ્થિતિ પાછી ચિંતાજનક જાેવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૩ હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ૯૧૧ લોકોના કોરોનાથી જીવ ગયા છે. ગઈ કાલે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાના નવા ૪૫,૮૯૨ કેસ નોંધાયા હતા. જ્યારે ૮૧૭ લોકોના કોરોનાથી મોત થયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૩,૩૯૩ કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો ૩,૦૭,૫૨,૯૫૦ પર પહોંચ્યો છે. એક દિવસમાં ૪૪,૪૫૯ દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. અત્યાર સુધીમાં ૨,૯૮,૮૮,૨૮૪ દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં ૪,૫૮,૭૨૭ લોકો સારવાર હેઠળ છે.
કોરોનાથી છેલ્લા ૨૪ કલાકમાં ૯૧૧ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ ૪,૦૫,૯૩૯ લોકોએ અત્યાર સુધીમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ ૩૬,૮૯,૯૧,૨૨૨ ડોઝ અપાયા છે. જેમાંથી ૪૦,૨૩,૧૭૩ ડોઝ છેલ્લા ૨૪ કલાકમાં અપાયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ) ના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના ૧૭,૯૦,૭૦૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરાયેલા કોરોના ટેસ્ટિંગનો આંકડો હવે ૪૨,૭૦,૧૬,૬૦૫ પર પહોંચી ગયો છે.