IHCLએ અમદાવાદમાં વિવાન્તા હોટેલ માટે સમજૂતી કરી
મુંબઈ, દક્ષિણ એશિયાની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (IHCL)એ આજે ગુજરાતના અમદાવાદમાં વિવાન્તા હોટેલ માટે મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટ કર્યો હોવાની જાહેરાત કરી હતી. આ અમદાવાદમાં હાલ કાર્યરત એક હોટેલ માટે મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટ છે, જે વિવાન્તા તરીકે કાર્યરત થતા અગાઉ બહોળા રિનોવેશનમાંથી પસાર થશે. IHCL SIGNS A VIVANTA HOTEL IN AHMEDABAD GUJARAT
આ કોન્ટ્રાક્ટ પર IHCLના રિયલ એસ્ટેટ એન્ડ ડેવલપમેન્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ સુમા વેંકટેશે (Suma Venkatesh, Executive Vice President – Real Estate & Development, IHCL) કહ્યું હતું કે, “આ કોન્ટ્રાક્ટ IHCLની મુખ્ય શહેરોમાં અમારી સ્થાનિક કામગીરીને મજબૂત કરવાની સ્ટ્રેટેજીને અનુરૂપ છે. અમદાવાદ જીવંત આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્ર છે. કંપની શહેરમાં હવે એની ત્રણ બ્રાન્ડ ધરાવશે – તાજ, વિવાન્તા અને જિંજર. અમને લીલા ટ્રેડલિન્ક્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પાર્ટનરશિપ કરવાની ખુશી છે.”
વિવાન્તા અમદાવાદ 176 રૂમની હોટેલ છે, જે એસજી હાઇવે પર વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે, જ્યાંથી રાજ્યની રાજધાની ગાંધીનગર તેમજ મહત્વપૂર્ણ વ્યાવાસિયક સંકુલો સુવિધાજનક ડ્રાઇવિંગ અંતર ધરાવે છે. હોટેલના ડાઇનિંગ વિકલ્પોમાં સામેલ હશે – આખો દિવસ કાર્યરત ડાઇનિંગ રેસ્ટોરાં મીન્ટ, લોબી કાફે સ્વર્લ અને એક સ્પેશ્યાલિટી રેસ્ટોરાં. મનોરંજન માટેની પ્રવૃત્તિઓમાં પૂલ, ફિટનેસ સેન્ટર અને સ્પા, મીટિંગ રૂમ તથા સામાજિક અને બિઝનેસ મેળાવડા માટે બેન્ક્વેટ હોલ સામેલ હશે. આ બ્રાન્ડફિલ્ડ પ્રોજેક્ટ છે, જે આયોજિત રિનોવેશન પૂર્ણ થયા પછી વર્ષ 2022માં ખુલશે.
લીલા ટ્રેડલિન્ક્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કોમલકાંત એફ શર્માએ (Komalkant F. Sharma) કહ્યું હતું કે, “અમને વિવાન્તા અમદાવાદ માટે IHCL સાથે જોડાણ કરવાની ખુશી છે. આ શહેરમાં પ્રથમ વિવાન્તા હશે, જે હોસ્પિટાલિટીમાં તાજગી લાવશે. મને ખાતરી છે કે, લીલા ટ્રેડલિન્ક્સ (Leela Tradelinks) અને IHCLના જોડાણના પ્રયાસો અમદાવાદ શહેરમાં હોસ્પિટાલિટીના આધુનિકતાને નવેસરથી પરિભાષિત કરશે.”
સાબરમતીના કિનારે સ્થિત અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું મહાનગર છે. આ મહત્વપૂર્ણ વાણિજ્યિક કેન્દ્ર છે. જૂનાં અમદાવાદનાં ઐતિહાસિક શહેરને ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું છે. આ હોટેલના ઉમેરા સાથે IHCL અમદાવાદમાં પાંચ હોટેલ ધરાવશે, જેમાં એક નિર્માણાધિન છે.
લીલા ટ્રેડલિન્ક્સ પ્રાઇવેટ લિમિટેડ વિશે -લીલા ટ્રેડલિન્ક્સ પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતના અગ્રણી બિઝનેસ હાઉસનો ભાગ છે, જે જહાજોની ખરીદી, વેચાણ અને રિસાઇકલિંગમાં, હોસ્પિટાલિટીમાં, રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, ફાઇન ડાયમન્ડ જ્વેલરી, ટ્રાવેલ અને ટૂર્સ તથા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં હિતો ધરાવે છે.