પેટ્રોલ – ડીઝલ – રાંધણ ગેસના ભાવ વધારા સામે “જન ચેતના અભિયાન” અંતર્ગત વિરોધ પ્રદર્શન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમીતભાઈ ચાવડા ની સૂચના અનુસાર ધોરાજી ના ધારાસભ્યશ્રી લલિતભાઈ વસોયા અને જિલ્લા પ્રમુખ નટુભાઈ પોંકિયા ના માર્ગદર્શન હેઠળ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ અને વરિષ્ઠ કોંગ્રેસી પદાધિકારીઓ ની આગેવાની માં
રોજબરોજ *પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસ* સહિત દૈનિક જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના અસહ્ય ભાવ વધારા કરવામાં આવી રહ્યા છે
જેના વિરોધમાં વંથલી શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પટેલ સમાજ ખાતે એક લોક સંવાદ મિટિંગ નું આયોજન કરવામાં આવેલ જેમાં સરકાર ની રીતિનીતિ નો આક્રોશ ભેર વિરોધ પ્રદર્શિત કરી વિસ્તૃત ઠરાવ પસાર કરાયો હતો
આ તકે શહેર અને તાલુકાના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,આ તકે કાર્યક્રમ ને સફળતા અપાવવા મુકેશ ચૌહાણ, રમેશ વાણવી,સીરાઝ વાજા,અજય વાણવી સહિત નાં અગ્રણીઓ જહેમત ઉઠાવી હતી