શામળાજી પોલીસે સ્કોડા કારમાંથી ૭૩૫ બોટલ અને મેઘરજ પોલીસે એક્સસેન્ટ કારમાંથી ૬૬૦ બોટલ ઝડપી
અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ બોલાવતા બે ત્રણ દિવસ દારૂની ખેપ બંધ કર્યા પછી ફરીથી બુટલેગરો લકઝુરીયસ કારમાં વિદેશી દારૂની ખેપ મારવાની શરૂ કરતા પોલીસે બુટલેગરોના કીમિયા પર પાણી ફેરવી દીધું હતું શામળાજી પોલીસે અણસોલ નજીક સ્કોડા કારમાંથી ૧.૮૩ લાખથી વધુનો દારૂ સાથે બે હરીયાણાના બે ખેપીયાને દબોચી લીધા હતા મેઘરજ પોલીસે ઉંડવા ચેકપોસ્ટ પરથી હુન્ડાઈ એકસેન્ટ કારમાંથી ૧.૩૮ લાખથી વધુનો દારૂ સાથે અમદાવાદ નરોડાના બંસીની ચાલીમાં રહેતા કમલેશ રામજીલાલ શર્મા નામના બુટલેગરને દબોચી લીધો હતો
શામળાજી પીએસઆઈ આશીષ પટેલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પરથી પસાર થતી મહારાષ્ટ્રં પાસીંગની કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૭૫ કીં.રૂ.૧૮૩૦૫૦/- નો જથ્થો જપ્ત કરી હરીયાણાના નસીબ કર્મબીર નાયક અને સોનુ જગદીશ નાયકને દબોચી લઇ દારૂ,કાર,મોબાઈલ મળી કુલ રૂ.૩૮૪૫૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા પોલીસે બંને ખેપિયાની પૂછપરછ કરતા કારમાં વિદેશી દારૂ હરિયાણાના અમીત ઉર્ફે લલીત હુડા અને દારૂ મંગાવનાર વડોદરાના રામુ નામના બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મેઘરજ પીઆઈ એમ.ડી.પંચાલે અને તેમની ટીમે ઉંડવા ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા અમદાવાદ અશોકમીલ બંસી ચાલીમાં રહેતો કમલેશ રામજીલાલ શર્મા નામના બુટલેગરની એકસેન્ટ કારમાંથી વીદેશી દારૂ બોટલ નંગ-૬૬૦ કીં.રૂ.૧૩૮૪૨૦/- ના જથ્થા સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દિધો હતો મેઘરજ પોલીસે ૫.૪૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર મોબાઈલ ધારક અજાણ્યા બુટલેગર સામે ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી