જુલાઇ મહીનામાં કુલ ૧૫ દિવસ બેંકો બંધ રહેશે

Files Photo
મુંબઇ: બેંક સાથે જાેડાયેલ દરેક કામ આપણે દર મહીને કરીએ છીએ ત્યારે જુલાઇ મહીનામાં કુલ ૧૫ દિવસ બેંકોનું કામકાજ થશે નહીં આ દરમિયાન આગામી અઠવાડીયા સુધી બેંક છ દિવસ બંદ રહેનાર છે. કેટલીક બેંકો તહેવારને કારણે બંધ રહેશે તો બીજા અને ત્રીજા અને ચોથા શનિવાર અને રવિવારને કારણે બેંકો બંધ રહે છે. જુલાઇ મહીનામાં કુલ ૧૫ રજાઓમાંથી નવ રજાઓ તહેવારને કારણે છે અને છ રજાઓ વીક ઓફના કારણે છે.
આરબીઆઇએ રજાની યાદી બહાર પાડી છે તે અનુસાર નવ રજાઓ અલગ અલગ રાજયોમાં પડનાર તહેવારના કારણે છે એ યાદ રહે કે આ રજાઓના સમયે ઓનલાઇ બેકીંગ કે ઇટરનેટ બેકીંગ જારી રહેશે તમે આ રજાઓમાં એટીએમનો પણ ઉપયોગ કરી શકો છે. બસ આ રજાઓ બેંકથી સંબંધિત છે એટલે કે આ દિવસોમાં બેંક પુરી રીતે બંધ રહેશે
૧૧ જુલાઇએ રવિવાર હોવાને કારણે બેંકો બંધ રહેશે ૧૨ જુલાઇએ ભુવનેશ્વરમાં રથયાત્રાના કારણે બેંકો બંધ રહેશે જયારે ઇમ્ફાલમાં પણ ૧૨ જુલાઇએ કાંગના કારણે બેંકો બંધ રહેશે એક અન્ય રજાને કારણે ૧૩ જુલાઇએ પણ બેંક બંધ રહેશે ગંગટોકમાં ૧૪ જુલાઇએ ભાનુ જયંતી મનાવવામાં આવશે આથી આ દિવસે બેંકો બંધ રહે છે.૧૬ જુલાઇએ દહેરાદુનમાં હરેલા પુજાને કારણે,૧૭ જુલાઇએ અગરતલ્લામાં યુ તિરોત સિંગ ડે અને ખારચી પુજાને કારણે બેંકો બંધ રહે છે.