જાતિય અને સામાજીક સમીકરણ બનાવી ભાજપે સપાના અભિયાનને ફેલ કરવામાં લાગી

ગોરખપુર: ગોરખપુરીમાં બ્લોક પ્રમુખ ઉમેદવારોના બહાને ભાજપે આગામી વિધાનસભા ચુંટણીના જાતીય અને સામાજિક સમીકરણ પણ સાધ્યા છે. આ વખતે અન્ય પછાત વર્ગ ઓબીસીને વધુ પ્રતિનિધિત્વ મળ્યું છે. ચાર વિકાસ ખંડ એવા છે જયાંથી યાદવ ઉમેદવારોને ચુંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે પાર્ટીનો સંદેશ સ્પષ્ટ છે કે ભાજપમાં બધાનું સમ્માન છે આ નીતિથી આગામી વિદાનસભા ચુંટણી પણ લડવામાં આવશે
આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપનો મુખ્ય મુકાબલો સપાથી માનવામાં આવે છે કહેવામાં આવે છે કે સપા ઓબીસી મતદારોના સહારે યુપીમાં બીજીવાર સરકાર બનાવવાનો દમ ભરી રહી છે ભાજપ આ દાવાની હવા કાઢવામાં લાગી છે મિશન ૨૦૨૨ને જાેતા જ પાર્ટી જાતીય સામાજિક સમીકરણ યોગ્ય કરવામાં લાગી છે દોરખપુરના ૨૦ વિકાસ ખંડોમાંથી જે ૨૦ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે તેમાંથી ૧૦ ઓબીસીથી છે આ કુલ પદોની ૫૦ ટકા ભાગીદારી છે. અનામત શ્રેણીમાં સામેલ ચાર વિકાસ ખંડોમાંથી પણ ઓબીસી ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે.
પાર્ટી નેતૃત્વનું કહેવું છે કે સપા યાદવોને પોતાના કેડર મતદારો બતાવે છે પરંતુ આમ નથી ભાજપે પિપરૌલીથી દિલીપ કુમાર યાદવ તો સરદાર નગરથી શશિકલા યાદવને ઉમેદવાર બનાવ્યા છે દિલીપ કુમાર ભાજપના જુના કાર્યકર્તા છે ઓબીસી માટે અનામત જંગલકૌડિયાથી બ્રજેસ યાદવ ભાજપના ઉમેદવાર છે તે પણ જુના ભાજપના કાર્યકર્તા છે. બ્લોક પ્રમુખના બહાને ભાજપે સાૈંથવાર વોટબેંકને પણ સાધી છે.જીલાધ્યક્ષ યુધિષ્ઠિર સિંહ સૈંથવારના પુત્ર શશિ પ્રતાપ સિંહને પાલીથી તો દરજજા પ્રાપ્ત મંત્રીની વહૂ રેખા સિંહને ભટહટથી ટીકીટ આપી છે ભાજપ નેતૃત્વનું કહેવુ છે કે ગ્રામીણ વિધાનસભા વિસ્તારોમાં સૈંથવાર મતદારોની સંખ્યા સારી છે આથી બ્લોક પ્રમુખ ચુંટણીના બહાને મોટી બેંકને સાધી શકાય છે.
બ્લોક પ્રમુખ ચુંટણીમાં ભાજપે નિષાદોને પ્રતિનિધિત્વ આપ્યું નથી જીલ્લા ઉપાધ્યક્ષ રાજેષ નિષાને ભટહટથી દાવેદારી કરી પરંતુ દરજજા પ્રાપ્ત રાજયમંત્રીની વહૂને ટીકીટ મળી આથી સમાજના તમામ લોકો નારાજ છે તેમનું કહેવું છે કે ગોરખપુરના નવ વિધાનસભા વિસ્તારમાં લગભગ સાડા પાંચ લાખ નિષાદ મતદારો છે બ્લોક પ્રમુખ ચુંટણીમાં નિષાદોની ઉપેક્ષા કરી રહી છે જે તેને નુકસાન કરી શકે છે. આગામી વિધાનસભા ચુંટણી છે નિષાદોને પ્રતિનિધિત્વ મળવું જાેઇતુ હતું
યુધિષ્ઠિરે કહ્યું કે ભાજપ સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસની નીતી પર કામ કરી રહી છે. બ્લોક પ્રમુખ પદોની ચુંટણીમાં સામાજિક સંતુલન બનાવ્યું છે તેનો લાભ આગામી ચુંટણીમાં જરૂર મળશે