સંજેલીમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી ગઠિયાઓ દિનદહાડે પિકઅપ ગાડીમાંથી બેગ લઈ પલાયન
સાબુ સરફ ના વેપારીના પીકપ ગાડીમાંથી ૩૦ હજાર રૂપિયાની બેગની ધોળા દિવસે ઉઠાંતરી કરતાં ચકચાર
પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ: સંજેલીમાં માંડલી રોડ ખાતે પાર્ક કરેલી પીકઅપ ગાડી માંથી બે ચોરો બાઇક લઈને આવ્યા હતા જોતજોતામાં ભીડભાડવાળી જગ્યામાં ધોળા દિવસે ૩૦હજાર રૃપિયાની રકમની બેગ લઈને પલાયન થવામાં સફળ રહ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
સંજેલી માં શુક્રવારના રોજ હાટ બજારો ધમધમતા થયા છે.જેને લઇ ભીડવાળી જગ્યામાં તકનો લાભ લઈ માંડલી રોડ પર આજે નવમી ને શુક્રવારના રોજ બપોરે બે કલાકની આસ પાસ એક પીકપ ગાડીમાંથી બે ગઠિયાએ ૩૦ હજાર જેટલી રકમની બેગની ઉઠાંતરી કરતાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ આસપાસના વેપારીઓ ધંધા-રોજગાર વ્યસ્ત હતા ત્યારે બપોરના બે વાગ્યાના અરસામાં માંડલી રોડ પર gj20v8783 પિકઅપ ગાડિ નો વેપારી પાર્ક કરી સાબુ શરફપાવડરનો ઓર્ડર માટે ગયો હતો
તે દરમ્યાન એક યુવક આવી પિકઅપ ગાડીનો દરવાજો કંડકટર સાઈડનો દરવાજો ખોલી બેગ લઈ પાછળ મો ફેરવતાં જ બાઈક ચાલક સ્થળ પર આવી ગયો હતો અને ગઠિયો બેગ લઇ બાઇક પાછળ બેસી પલાયન થઈ ગયો હતો આમ વેપારીનો તકનો લાભ કઈ ૩૦ હજાર રુ જેટલી રકમ ની બેગ ચોરી ને પલાયન થવામાં સફળ રહે છે
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેસ થતા ચોરીનો ઘટના પ્રકાશમાં આવી હતી ધોળા દિવસે અજાણ્યા શખ્સો મોટર સાઇકલ લઈને આવે છે ધોળા દિવસે તકનો લાભ એક ચોર પાર્ક કરેલ વાહન માંથી ફાટક ખોલી બેગ કાઢીને ફાસ્ટ ગતિથી બાઇક પર બેસીને ચોરીને અંજામ આપીને રફુચક્કર થવામાં સફળતા મેળવે છે ભોગ બનનારા વ્યક્તિને ભેગ લાપતા જણાતા નજીક આવેલી દુકાને Cctv માં કેમેરાની તપાસ કરતા સીસીટીવી કેમેરામાં ભેગ ચોરી થવાની ઘટના કેદ થવા પામી હતી જેને લઈ ધોળા દિવસે ચોર ટોળકી સક્રિય થતા ચોંરી થવાનો સીસીટીવી ફૂટેજ સોસીયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો.. હતો…
તસવીર ફારૂક પટેલ સંજેલી