દેશમાં કોમન સિવિલ કોડ જરૂરી, સરકાર પગલાં લે
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે યુનિફોર્મ સિવિલ કોડ અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોમન સિવિલ કોડની તરફેણ કરતાં દિલ્હી હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે ભારતીય સમાજ હવે એકરૂપ બની રહ્યો છે. અદાલતે કહ્યું કે સમાજમાં જાતિ, ધર્મ અને સમુદાયને લગતા અવરોધો ભૂંસાઈ રહ્યા છે. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ પ્રતિભાસિંહે આ મામલે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. જેમાં બંધારણના આર્ટિકલ ૪૪ ના અમલીકરણ અંગે સુપ્રીમ કોર્ટના ર્નિણયનો ઉલ્લેખ કરતાં કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે તેના અનુસાર કાર્યવાહી કરવી જાેઈએ.
સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ ૧૯૮૫ માં જાહેર કરવામાં આવેલા નિર્દેશને ટાંકીને હાઈકોર્ટે નિરાશા વ્યક્ત કરી હતી કે ત્રણ દાયકા બાદ પણ તેને ગંભીરતાથી લેવામાં નથી આવ્યો. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેએ પણ ગોવાના યુનિફોર્મ સિવિલ કોડની પ્રશંસા કરી હતી. સીજેઆઈ તરીકે ગોવામાં હાઇકોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન સમયે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે ગોવા પાસે પહેલાથી જ એક સમાન નાગરિક સંહિતા છે જેની કલ્પના આપણાં બંધારણના ઘડવૈયાઓ દ્વારા કરવામાં આવી હતી. જાે કે, ચાલો અત્યારે આપણે જાણીએ કે બંધારણના આર્ટિકલ ૪૪ માં એવું શું છે, જેનો ઉલ્લેખ દિલ્હી હાઇકોર્ટે કર્યો છે…
બંધારણનો ભાગ ચાર રાજ્ય એટલે કે સરકારના નીતિ નિર્દેશક સિદ્ધાંતોનું વર્ણન કરે છે. બંધારણની કલમ ૩૬ થી ૫૧ દરમિયાન રાજ્યને વિવિધ મહત્વના મુદ્દાઓ પર સૂચનો આપવામાં આવ્યા છે અને અપેક્ષા પ્રગટ કરવામાં આવી છે કે રાજ્ય તેની નીતિઓ નક્કી કરતી વખતે આ નિર્દેશોમાં આપવામાં આવેલા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખશે. તેમાં જ આર્ટિકલ ૪૪ દેશની સરકારને યોગ્ય સમયે આવ્યે બધા ધર્મો માટે સમાન નાગરિક સંહિતા બનાવવાની સૂચના આપે છે. એકંદરે આર્ટિકલ ૪૪ નો હેતુ નબળા વર્ગ સામેના ભેદભાવની સમસ્યાને દૂર કરી અને દેશભરના વિવિધ સાંસ્કૃતિક જૂથો વચ્ચે સંકલન વધારવાનો છે.
બંધારણ સભામાં ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ ડો ભીમરાવ આંબેડકરએ બંધારણની રચના સમયે કહ્યું હતું કે એક સમાન નાગરિક સંહિતા જરૂરી છે, પરંતુ હાલના સમયમાં તેને વિવિધ ધર્મ પાળતા લોકોની ઇચ્છા પર છોડી દેવી જાેઈએ. આમ, બંધારણના મુસદ્દામાં કલમ ૩૫ નો સમાવેશ કરવામાં આવ્યો અને તેને બંધારણમાં આર્ટિકલ ૪૪ તરીકે સમાવવામાં આવ્યું હતું અને એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે જ્યારે દેશ સર્વસંમતિ ધરાવશે ત્યારે દેશમાં એક સમાન નાગરિક સંહિતા અમલમાં લઈ આવવામાં આવશે.
ડો. ભીમરાવ આંબેડકરએ બંધારણ સભામાં આપેલા એક ભાષણમાં કહ્યું હતું કે, ‘કોઈએ એમ માનવું ન જાેઈએ કે જાે સરકાર પાસે સત્તા છે, તો તે તરત જ આ સમાન નાગરિક સંહિતાનો અમલ કરશે… શક્ય છે કે મુસ્લિમો કે ખ્રિસ્તીઓ અથવા અન્ય કોઈ સમુદાય રાજ્યને આ સંદર્ભમાં આપવામાં આવેલી સત્તા વાંધાજનક ગણી શકે છે. મને લાગે છે કે આવું કરવાવાળી કોઈ સરકાર પાગલ જ હોવી જાેઈએ.
તે સ્પષ્ટ છે કે ભલે આપણા બંધારણ નિર્માતાઓએ યુનિફોર્મ સિવિલ કોડનો અમલ તુરંત કર્યો ન હતો, પરંતુ આર્ટિકલ ૪૪
દ્વારા તેની કલ્પના કરી હતી. તે બધા ધર્મો અને સંપ્રદાયોના લોકો માટે સમાન વ્યક્તિગત કાયદો રાખવા માંગતા હતા. તેથી, તેમણે નીતિના નિર્દેશક સિદ્ધાંતો હેઠળ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે. આ આર્ટિકલ દ્વારા, બંધારણના ઘડવૈયાઓએ સ્પષ્ટ કહ્યું હતું કે રાજ્ય તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા બનાવવાનો પ્રયાસ કરશે, જેનો દેશભરમાં અમલ થવો જાેઈએ.
તે જ આશામાં, તેમણે તે સમયે જુદા જુદા ધર્મો માટે અલગ અલગ પર્સનલ લો બનાવવા માટે ટેકો આપ્યો હતો. હવે સંબંધિત ધર્મના અંગત કાયદા અનુસાર તેના અનુયાયીઓમાં લગ્ન, છૂટાછેડા, જાળવણી, દત્તક, વારસો, વગેરે સંબંધિત અધિકારો નક્કી કરવામાં આવે છે. જે દિવસથી દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે, તે જ દિવસથી લગ્ન અને વારસાને લગતી બાબતોમાં બધા ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદો લાગુ થશે.
જાે કે, કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની રચના થઈ ત્યારથી યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચાએ જાેર પકડ્યું. વર્ષ ૨૦૧૯માં સરકારે જમ્મુ-કાશ્મીર માટે વિશેષ જાેગવાઈઓ ધરાવતી બંધારણની કલમ ૩૭૦ને નાબૂદ કરી દીધી ત્યારેથી ફરી દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાની આશા પણ વધી ગઈ છે. હકીકતમાં, ભાજપ દાયકાઓથી અયોધ્યામાં રામ મંદિર બનાવવા, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા અને દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાના એજન્ડા પર પોતાનો પક્ષ પ્રબળ કરતું આવ્યું છે.
કલમ ૩૭૦ ના હટાવ્યા પછી હવે રામ મંદિર નિર્માણનો એજન્ડા પણ પૂર્ણ થવા જઇ રહ્યો છે, તેથી સામાન્ય લોકો એમ માની રહ્યા છે કે, ભાજપ સરકાર ટૂંક સમયમાં જ યુનિફોર્મ સિવિલ કોડનો એજન્ડા પણ પૂર્ણ કરશે. તો બીજી તરફ સુપ્રીમ કોર્ટથી લઈને હાઇકોર્ટ્સ સુધી આ કાયદાના સમર્થનમાં અવાજાે ઉઠી રહ્યા છે. ત્યારે કેન્દ્રની હાલની સરકારના આત્મવિશ્વાસ પર પણ તેની અસર ચોક્કસ થતી હોવી જાેઇએ.