કરીના-સૈફે બીજા પુત્રનું નામ જેહ રાખ્યું, સમર્થન નહીં
મુંબઈ: બોલીવૂડના સ્ટાર દંપતિ કરીના કપૂર અને સૈફ અલી ખાને પોતાના પહેલા બાળકનુ નામ તૈમૂર રાખ્યુ ત્યારે તેને લઈને દેશમાં વિવાદ પણ થયો હતો. હવે તેમણે બીજા સંતાનને તાજેતરમાં જન્મ આપ્યો છે અને તેનુ નામ શું રાખવામાં આવ્યુ છે તે જાણવા માટે કરીના અને સૈફના ચાહકો ઉત્સુક છે.અત્યાર સુધી તો તેમના બીજા પુત્રની ઝલક જાેવા મળી નથી પણ તેના નામને લઈને ખુલાસો થયો છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર કરીના અને સૈફ પોતાના બીજા પુત્રને જેહ નામથી બોલાવી રહ્યા છે. જાેકે તેમણે આ નામને કોઈ સમર્થન હજી સુધી આપ્યુ નથી. જેહ સિવાય બીજુ પણ નામ સામે આવી રહ્યુ છે.સૈફ અલી ખાનની ઈચ્છા બીજા બાળકને પોતાના પિતાનુ નામ આપવાની છે.ઉલ્લેખનીય છે
સૈફ અલી ખાનના પિતા મન્સૂર અલી ખાન ભારતીય ટીમના કેપ્ટન પણ રહી ચુકયા છે અને ક્રિકેટર તરીકે મશહૂર હતા.કરીના કપૂરે મધર્સ ડે પર એક ફોટો શેર કર્યો હતો.જેમાં તૈમૂર પોતાના નાના ભાઈને ખોળામાં લઈને બેઠો છે.કરીનાએ કહ્યુ હતુ કે, મારા બંને બાળકો મને ઉજળા ભવિષ્યની આશા આપે છે.