Western Times News

Gujarati News

માઈક્રોસોફ્ટ કર્મચારીઓને ૧.૧૨ લાખનું બોનસ આપશે

વોશિંગ્ટન:કોરોના વાયરસની આ મહામારીમાં જ્યાં કેટલીક કંપનીઓ કર્મચારીઓનો પગાર કાપી રહી છે અથવા તો કર્મચારીઓની છટણી કરી રહી છે ત્યાં એક એવી કંપની પણ છે કે જે પોતાના દરેક કર્મચારીને ૧.૧૨ લાખ રૂપિયાનું બોનસ આપી રહી છે.

વાત જાણે એમ છે કે માઈક્રોસોફ્ટ કંપની પોતાના તમામ કર્મચારીઓને ૧,૫૦૦ ડોલર (લગભગ ૧.૧૨ લાખ રૂપિયા કરતા વધારે)નું મહામારી બોનસ આપી રહી છે.

ધ વર્જ કે જેણે આ ઈન્ટરનલ ડોક્યુમેન્ટ જાેયા છે તેણે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે માઈક્રોસોફ્ટ કોર્પોરેટ વાઈઝ પ્રેસિડેન્ટ લેવલથી નીચેના તમામ કર્મચારીઓને બોનસ ગિફ્ટમાં આપી રહ્યા છે. જેમાં પાર્ટ ટાઈમ અને કલાકના દરે કામ કરતા કર્મચારીઓ પણ સામેલ હશે.

રિપોર્ટમાં ગુરુવારે જણાવાયું કે, કર્મચારીઓના મહામારી બોનસની જાહેરાત કરાઈ છે અને આ અમેરિકા તેમજ આંતરરાષ્ટ્રીયસ્તરે તમામ યોગ્ય કર્મચારીઓને લાગુ પડશે. અહીં નોંધનીય છે કે માઈક્રોસોફ્ટના સમગ્ર દુનિયામાં ૧૭૫,૫૦૮ કર્મચારી છે.

રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે માઈક્રોસોફ્ટની સહાયક કંપનીઓ લિંક્ડઈન, ગિટહબ અને ઝેનીમેક્સના કર્મચારી મહામારી બોનસને પાત્ર નથી. આ માઈક્રોસોફ્ટ માટે લગભગ ઇં૨૦૦ મિલિયન એટલે કે ૨ દિવસથી પણ ઓછા પ્રોફિટની ભેટ છે.

હાલ, ૨૧ દેશોમાં માઈક્રોસોફ્ટ વર્ક સાઈટ્‌સ પોતાની સુવિધાઓમાં વધુ કર્મચારીઓને સમાયોજિત કરવામાં સક્ષમ છે. અહીં નોંધનીય છે કે આ પહેલા ફેસબુકે પોતાના ૪૫,૦૦૦ કર્મચારીઓને ૧,૦૦૦ ડૉલરની ભેટ આપી હતી. જ્યારે એમેઝોને ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે ૩૦૦ ડૉલરનું હોલિડે બોનસ આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.