હું સમજું છું કે લોકો અમારા જીવનમાં રસ લે છે : રિની સેન

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને તેની દત્તક લેવાયેલી બે પુત્રી રિની અને અલીશા સાથે ખુબ જ સારી બોન્ડિંગ છે. તેમની સાથે હેપ્પી ટાઈમ સ્પેન્ડ કરતી જાેવા મળે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, રિની સેનને પૂછવામાં આવ્યું હતું કે તે તેની વાસ્તવિક માતા વિશે જાણવા માંગે છે. આના પર તેણે દિલ જીતી લે તેવો જવાબ આપ્યો છે. પીપિંગમૂનને આપેલા ઇન્ટરવ્યુમાં આ અંગેના પ્રશ્નના જવાબમાં રિની સેને કહ્યું, તમે જાણો છો, મને મારા ઇન્સ્ટાગ્રામ પર એક જ સવાલ પૂછવામાં આવ્યો હતો, તમારી અસલી માતા કોણ છે? હું એટલું જ કહેવા માંગુ છું કે કૃપા કરીને એક વાસ્તવિક માતાની વ્યાખ્યા કરો કે ‘વાસ્તવિક માતા’ શું છે. રિની સેને વધુમાં કહ્યું, જુઓ, હું સમજું છું કે લોકો અમારા જીવનમાં રસ લે છે,
આપણે શું ખાઈએ છીએ. તે સારું છે પરંતુ મને લાગે છે કે લોકોએ એકબીજા પ્રત્યે માયાળુ થવું જાેઈએ. મારું સત્ય બધાની સામે છે. પણ શું થશે? જાે તે કોઈ અન્ય છે? આપણે જાણતા નથી કે તેનાથી તેની કેવી અસર થશે. તેથી મને લાગે છે કે આપણે થોડો સંવેદી હોવું જાેઈએ. તે મારા માટે અલગ છે કારણ કે હું તેની સાથે મોટી થઈ છું. મારા માટે તે વાંધો નથી. પરંતુ બીજા કોઈ પણ વ્યક્તિ માટે કે જે તેમનું જીવન ખાનગી રાખવા માંગે છે, તેમના પર તમારો પ્રશ્ન કેવી અસર કરશે. તેમને ત્યાં સુધી પૂછશો નહીં જ્યાં સુધી તે વ્યક્તિ જાતે ન કહે. રિની સેને આ વર્ષની શરૂઆતમાં પોતાની ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર ફેન્સ સાથે ‘આસ્ક મી એનીથિંગ’ સેશન રાખ્યું હતું.
અહીં પોતાના ફેન્સને અનેક સવાલોના જવાબ આપ્યા હતા. આ વચ્ચે એક ફેને રિનીને પુછ્યું ‘શું તમે જાણો છો કે તમારી અસલી માતા કોણ છે?’ તેના પર રિનીએ જવાબ આપ્યો કે, ‘હું મારા માતાના દિલથી પેદા થઈ છું અને તે જ સત્ય છે. જણાવી દઈએ કે સુષ્મિતા સેને એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે રિની ૧૬ વર્ષની થઈ ત્યારે તેણે તેના બાયોલોજિકલ માતા-પિતાને શોધવાનું કહ્યું. જ્યારે રિની ૧૮ વર્ષની થઈ ત્યારે તેણે સુસ્મિતા સેનને કહ્યું કે તેને હવે તેના બાયોલિજિકલ માતા-પિતા વિશે જાણવામાં રસ નથી. જણાવી દઈએ કે રિની સેને શોર્ટ ફિલ્મ ‘સુટ્ટાબાજી’ થી અભિનયની શરૂઆત કરી છે. રિની સેને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનું બોલિવૂડ ડેબ્યૂ જલ્દીથી થશે.