રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજી મોસાળથી નિજમંદિરે પરત ફર્યા- નેત્રોત્સવ વિધિ યોજાઈ
ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદ જગન્નાથજી મંદિરે નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણમાં જોડાયા
ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) અમદાવાદ જગન્નાથજીના (Jagannath temple, Jamalpur Ahmedabad Gujarat ) મંદિરે નેત્રોત્સવવિધિ અને ત્યારબાદ મંદિરની ધ્વજારોહણ વિધિમાં જોડાયા હતા. ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા (144th Lord Jagannath Chariot Festival Rathyatra) પૂર્વે જગન્નાથજી મોસાળથી નિજમંદિરે પરત ફરતા નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જગન્નાથજીની પારંપરિક પૂજાવિધિમાં સહભાગી થયા બાદ ભગવાનની આરતી કરી હતી. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાથે મંદિરમાં યોજાયેલા ભંડારાની પણ મુલાકાત લીધી હતી.
રથયાત્રા અંગે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું નિવેદન સરકારની ગાઈડ લાઈનનું પાલન કરીને રથયાત્રા નીકળશેઃ ટ્રસ્ટી આજે સાંજે 4:00 વાગ્યે મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટીઓ સહિતના લોકો જે રથયાત્રામાં સામેલ થવાના છે તે તમામના કોરોના RTPCR ટેસ્ટ થશેઃ ટ્રસ્ટીએ વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ (C R Patil) અમદાવાદ શહેર મેયર શ્રી કિરીટભાઈ પરમાર, (Kirit Parmar Ahmedabad Mayor) ધારાસભ્યશ્રીઓ, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ જ્હા અને પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા પણ આ પૂજાવિધિમાં જોડાયા હતા. જગન્નાથજી મોસાળેથી નિજમંદીરે પરત આવતા ભાવિક ભક્તોએ પ્રભુ દર્શન કર્યા હતા.