ટાટા પાવરે કેરળ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ પાસેથી રૂ. 400 કરોડના મૂલ્યનો 84 મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલર પ્રોજેક્ટ મેળવ્યો
ભારતની સૌથી મોટી સંકલિત વીજકંપની ટાટા પાવરને કેરળના તમામ જિલ્લાઓમાં ઘરગથ્થું ઉપભોક્તાઓ માટે 84 મેગાવોટનો સોલર રુફટોપ પ્રોજેક્ટ વિકસાવવા 2 જુલાઈ, 2021ના રોજ કેરળ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ લિમિટેડ (કેએસઇબીએલ) એની પાસેથી રૂ. 400 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. Tata Power bags Empanelment for 84MW Rooftop Solar Project worth INR400 Cr from Kerala State Electricity Board Limited
કેએસઇબીએલએ ટાટા પાવરને સૂચિબદ્ધ કરી છે. આ સમજૂતીના ભાગરૂપે કંપની કેએસઇબીએલ દ્વારા 3kW – 10kWની સોલર ક્ષમતાની રેન્જ ધરાવતા વ્યક્તિગત ઘરો માટે 64 મેગાવોટ અને 11kW – 100kWની સોલર ક્ષમતાની રેન્જ ધરાવતા રહેણાક/હાઉસિંગ સોસાયટી પ્રોજેક્ટ માટે 20 મેગાવોટ પ્રોજેક્ટનો અમલ કરશે.
નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયનાં ફેઝ 2 સબસિડી પ્રોગ્રામને અનુરૂપ કેએસઇબીએલએ ફેબ્રુઆરી, 2021માં ‘સૌરા સબસિટી સ્કીમ ઇન ડોમેસ્ટિક સેક્ટર’ અંતર્ગત જાહેર કરેલી બિડ ટાટા પાવરે જીતી છે. આ પ્રોજેક્ટ વ્યક્તિગત રહેણાક ગ્રાહકો પાસેતી ઓર્ડરની રસીદ મળ્યાના ત્રણ મહિનાની અંદર કાર્યરત થશે.
કંપનીને અગાઉ 6 જાન્યુઆરી, 2021ના રોજ 110 મેગાવોટની ક્ષમતા ધરાવતા રુફટોપ સોલર પ્રોજેક્ટ વિકસાવવા કેએસઇબીએલ પાસેથી લેટર ઓફ એવોર્ડ મળ્યો હતો, જે દર વર્ષે આશરે 274 એમયુ પેદા કરશે એવી અપેક્ષા છે.
આ 84 મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલર રુફટોપ પ્રોજેક્ટ પૂર્ણ થતા દર વર્ષે 120 એમયુ ઊર્જા પેદા કરશે અને દર વર્ષે 100 મિલિયન કિલોગ્રામ CO2(કાર્બન ડાયોકસાઇડ)ને ઓફસેટ કરશે એવી અપેક્ષા છે.
ટાટા પાવરના સીઇઓ અને એમડી ડૉ. પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, “અમે કેએસઇબીએલ પાસેથી 84 મેગાવોટની ક્ષમતા ધરાવતો રુફટોપ પ્રોજેક્ટ મેળવીને ખુશ છીએ અને સ્થાનિક ઘરગથ્થું ઉપભોક્તાઓ ગ્રીન એનર્જી તરફ વાળવાના પ્રયાસને ટેકો આપવાની તક મેળવીને ગર્વ અનુભવીએ છીએ. આ પ્રોજેક્ટ કેએસઇબીએલના રુફટોપ સોલર-આધારિત વીજઉત્પાદન મારફતે સ્વચ્છ ઊર્જા તરફ ભારતની આગેકૂચને જાળવી રાખવાની અમારી કટિબદ્ધતામાં વિશ્વાસનો પુરાવો છો.”