મોદી કેબિનેટમાં હવે ટીમ અટલના ફકત રાજનાથ સહિત ચાર નેતા

નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.જેમાં કાનુન મંત્રી રવિશંકર પ્રસાદ,આરોગ્ય મંત્રી હર્ષવર્ધન માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર સહિત કુલ ૧૨ મંત્રીઓની છુટ્ટી કરી દેવામાં આવી છે. જયારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બનાવવામાં મદદ કરનાર જયોતિરાદિત્ય સિધિયા,શિવસેના અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ નારાયણ રાણે સહિત ૩૬ નેતા ચહેરા સરકારનો હિસ્સો બન્યા છે પરંતુ જાે ઇતિહાસના પાના પર એક નજર નાખવામાં આવે તો મોદી કેબિનેટમાં હવે ટીમ અટલના ફકત રાજનાથ સહિત ચાર નેતા જ બચ્યા છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ અટલ સરકારમાં કૃષિ મંત્રી તરીકે કાર્ય કરતા હતાં તેઓ અટલ કેબિનેટમાં એક વર્ષ સુધી કૃષિ મંત્રી રહ્યાં ત્યારબાદ જયારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બની ત્યારે પહેલા કાર્યકાળમાં રાજનાથ દેશના ગૃહમંત્રી બન્યા અને હવે બીજા કાર્યકાળમાં તેમની પાસે રક્ષા મંત્રાલય જેવું મહત્વપૂર્ણ ખાતુ છે. તેમના ઉપરાંત મુખ્તાર અબ્બાસ નકવી,શ્રીપદ નાઇક અને પ્રહલાદ સિંહ પટેલ એવા મંત્રી છે જે અટલ સરકાર અને મોદી સરકારના કાર્યકાળમાં મંત્રીમંડળનો હિસ્સો છે નકવીને ૧૯૯૮વાળા કાર્યકાળમાં રાજયમંત્રી બનાવવામાં આવ્યા હતાં જયારે શ્રીપદ નાઇક,પ્રહલાદ સિંહ પટેલ અટલ સરકારના અંતિમ કાર્યકાળના સભ્ય હતાં.