હળવદના એ.બી.બાજપાઈ સિનિયર સિટીઝન પાર્કની અસુવિધાઓ અંગે આપ દ્રારા પાલિકા પ્રમુખને આવેદન પત્ર અપાયુ
(જીજ્ઞેશ રાવલ દ્રારા)હળવદ: હળવદ સ્થીત વેજનાથ ચોકડી પાસે નગર પાલિકા દ્રારા નિર્મીત અટલ બિહારી બાજપાઈ સિનિયર સિટીઝન પાર્ક યોગ્ય જાળવણીના અભાવે અસુવિધા યુકત હોવાથી લોક ઉપયોગી ન રહયાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી હળવદ દ્વારા અટલ બિહારી વાજપેયી સિનિયર સિટીઝન પાર્કની જાળવણી કરવા બાબતે હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલને આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ.આપના હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી, તાલુકા યુવા પ્રમુખ હિતેશભાઈ વરમારા,યુવા મંત્રી રાજેશભાઈ રબારી,ચંદુભાઈ મોરી,સતિષભાઈ પ્રજાપતિ, હર્ષભાઈ પંચોલી વગેરે કાર્યકર્તાઓ દ્રારા આવેદન પત્રમા જણાવ્યા અનૂસાર આ સિનિયર સિટીઝન પાર્કમા ફુવારા છે,
પરંતુ તે ચાલુ નથી તેમજ પાર્કમા આવેલ વૃક્ષોનુ યોગ્ય જતનનો અભાવ સેવે છે.પાર્કમા આવેલ બાંકડામા બેસવા લાયક નથી,સાથો સાથ વોંકીગ રોડ પર ઉગી ગયેલ ઘાસના કારણે તે પણ બિન ઉપયોગી થઈ રહયો છે.જયારે,પાર્કના મુલાકાતીઓ માટે પીવા લાયક શુધ્ધ પાણીના સુવિધાનો અભાવ છે અને પાર્કમા બનાવવામા આવેલ ટોયલેટ પણ બિન ઉપયોગી બની રહયા છે.જયારે,આ પાર્કની યોગ્ય જાળવણી તેમજ નિયમિત ખોલવા-બંધ કરવા માટે કોઈ પુર્ણ સમયના ચોકીદાર ન હોવાથી જાળવણીનો અભાવ દુર કરવા,પુર્ણ સમયના ચોકીદારની વ્યવસ્થા કરવા માંગણી કરેલ છે
*(તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)*