Western Times News

Gujarati News

સમય જતા ફ્લૂ જેવો થઇ જશે કોરોના, દર વર્ષે લેવી પડી શકે છે વેક્સિન : આઇસીએમઆર વિશેષજ્ઞ

Files Photo

નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારીની બીજી લહેર હજી પણ કહેર વરસાવી રહી છે. પરંતુ એક્સપર્ટ્‌સના અનુમાન મુજબ, સમય વીતતાં કોરોના બીમારી ઇન્ફ્લૂએન્ઝા જેવી થઇ જશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જે વસ્તી પર વધારે જાેખમ હશે તેમણે દર વર્ષે કોરોના વેક્સિન લેવાની જરૂરત પડી શકે છે. તાજેતરમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જાણકારોએ ચેતવણી આપી છે કે, જાે લોકોએ કોવિડ પ્રોટોકોલનું પાલન ન કર્યું, તો આગામી ૬થી ૮ સપ્તાહમાં જ કોરોણાની ત્રીજી લહેર આવી શકે છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચમાં ડિવિઝન ઓફ એપિડેમિયોલોજી એન્ડ કમ્યુનિકેબલ ડિસીઝના પ્રમુખ સમીરન પાંડાએ જણાવ્યું કે, કેટલાક સમય બાદ કોવિડ-૧૯ એન્ડેમિક સ્ટેજ પર પહોંચી શકે છે. સેન્ટર્સ ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ મુજબ, કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં વસ્તીમાં કોઈ બીમારી કે સંક્રામક એજન્ટની હાજરી અથવા તેના પ્રસારને એન્ડેમિક કહેવાય છે.

તેમણે જણાવ્યું કે, ‘જયારે નાનો વાયરસ ઝડપથી વધે છે, તો તેમના માટે મ્યુટેશન એક સામાન્ય બાબત છે. એક્સપર્ટ્‌સ કહે છે કે, કોરોના વાયરસ થોડા સમય બાદ ઇન્ફ્લ્યૂએન્ઝાની જેમ એન્ડેમિક સ્ટેજ પર પહોંચી જશે. ત્યાર બાદ જેના પર વધુ જાેખમ હશે તેવી વસ્તીએ દર વર્ષે તેની રસી લેવી પડશે.’ સાથે જ તેમણે જણાવ્યું કે, ઇન્ફ્લ્યૂએન્ઝા પણ ૧૦૦ વર્ષ પહેલા પેન્ડેમિક એટલે કે મહામારી હતો, જે હવે એન્ડેમિક થઇ ગયો છે.

તેમણે કહ્યું, કોરોના મહામારી પણ ધીમે ધીમે પોતાની હાલની પરિસ્થિતિમાંથી બદલાઈને એન્ડેમિક બની જશે. હાલ અમે વૃદ્ધોને દર વર્ષે ઇન્ફ્લ્યૂએન્ઝાની રસી લેવાનું કહીએ છીએ. તેમણે જણાવ્યું, જેવી રીતે ઇન્ફ્લ્યૂએન્ઝા મ્યુટેટ કરતો રહે છે, તેવી જ રીતે અમે વેક્સિનમાં મામૂલી બદલાવ કરતા રહીએ છીએ. જેથી ગભરાવવાની જરૂર નથી. હાલની કોરોના વેક્સિન નવા વેરિએન્ટ વિરુદ્ધ ઘણી પ્રભાવી છે.

પાંડાએ જણાવ્યું કે, વેક્સિન સંક્રમણથી નથી બચાવતી, પરંતુ બીમારીને ગંભીર નથી થવા દેતી. તેમણે એમ પણ જણાવ્યું કે, આઇસીએમઆરમાં થયેલા પ્રયોગોમાં સાબિત થયું છે કે ભારતની કોરોના વેક્સિન નવા વેરિએન્ટ સામે પણ પ્રભાવી છે. જાેકે, અલગ-અલગ સ્ટ્રેન્સ પર પ્રભાવકારીતામાં અંતર આવી શકે છે. આ દરમિયાન તેમણે સ્તનપાન કરાવનારી માતાઓને પણ વેક્સિન લેવાની સલાહ આપી છે. કારણ કે વેક્સિન બાદ શરીરમાં બનેલી એન્ટિબોડી સ્તનપાન દરમિયાન બાળકમાં પહોંચે છે. જે બાળક માટે ખૂબ મદદગાર સાબિત થઇ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.