રાજકોટમાં ૬૫ વર્ષના વૃદ્ધાએ ૭મા માળેથી ઝંપલાવ્યુ
રાજકોટ: રાજકોટમાં માનસિક બીમારીથી કંટાળીને અનેક લોકો આપઘાત કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળીને આપઘાત કર્યો છે. રાજકોટના કુવાડવા રોડ પર ક્રિસ્ટલ કોમ્પલેક્ષમાં રહેતા પરિવારના મોભીએ ૭મા માળેથી કૂદીને જિવન ટૂંકાવી દીધુ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. એક સુખી પરિવારના વૃદ્ધાના આપઘાતથી પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે. સામાન્ય રીતે કોમ્પ્લેક્ષના તમામ માળ પર સીસીટીવી હોતા નથી. પરંતુ આ કોમ્પલેક્ષના તમામ માળ પર સીસીટીવી લગાવેલા છે. એટલા સુખી પરિવારો આ જગ્યા પર રહે છે. ત્યારે આ વૃદ્ધાના આપઘાતની તમામ તસ્વીર સીસીટીવીમાં જાેવા મળે છે.
મૃતક જમનાબેન સોલંકીની ઉંમર ૬૫ વર્ષ હોવાનું સામે આવ્યું છે. અને પોલીસની પૂછપરછમાં વધુ એક વાતનો ખુલાસો થયો છે કે, મૃતક લાંબા સમયથી માનસિક રીતે બીમાર હતા. અને આ કારણે જ તેમણે જિવનનો અંત લાવી દીધો છે. જાે કે, પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી રહી છે.
સીસીટીવીમાં જાેવા મળે છે કે, સવારમાં વૃદ્ધા સીડી ચઢીને છેક ૭મા માળ સુધી પહોંચે છે. અને સાતમાં માળની પાળી પર પહોંચીને નીચે જુએ છે. જે બાદ હિંમત કરીને ૩ ફૂટની પાળી પર ચડીને કૂદી જાય છે. વૃદ્ધાના કૂદી જવા પછી પરિવારને જાણ થાય છે. અને સમગ્ર સોસાયટીમાંથી લોકો એકઠા થાય છે.