છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૫૩ કેસ આવ્યા
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. તો બીજી તરફ રસીકરણ પણ ખુબ જ ઝડપથી થઇ રહ્યું છે. રાજ્યમાં કુલ ૩,૦૨,૨૮૨ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૬૪ ટકાએ પહોંચ્યો છે. કોરોનાના નવા ૫૩ કેસ નોંધાયા છે. ૨૫૮ દર્દીઓ સાજા થયા છે. ૮,૧૨,૯૭૬ દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી છે.
જાે રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો ૧૧૫૧ લોકોની સારવાર ચાલી રહી છે. જે પૈકી ૦૮ લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૧૧૪૩ લોકો સ્ટેબલ છે. ૮,૧૨,૯૭૬ લોકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે.
૧૦૦૭૩ લોકોનાં રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોત નિપજ્યાં છે. જાે કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. જે ખુબ જ હકારાત્મક બાબત છે. જાે રસીકરણની વાત કરીએ તો આજે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૨૨૦ને પ્રથમ ડોઝ અને ૧૩૮૩૫ લોકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.
૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૪૫૫૬૯ લોકોને પ્રથમ અને ૮૮૦૦૭ લોકોને રસીનો બીજાે ડોઝ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૪૩૪૧૯ લોકોને પ્રથમ ડોઝ અને ૧૧૨૩૨ લોકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આજના દિવસમાં કુલ ૩,૦૨,૨૮૨ લોકોને રસી અપાઇ હતી. અત્યાર સુધીમાં કુલ ૨,૭૬,૨૭,૪૭૩ લોકોને રસી અપાઇ ચુકી છે.