Western Times News

Gujarati News

વસતી વધારો નિરક્ષરતા, ગરીબીનું મોટું કારણઃ યોગી

કેટલાક સમુદાયોમાં વસતી નિયંત્રણને લઈને જાગૃતિ ન હોઈ તેના માટે કામગીરી જરૂરી છે

નવી દિલ્હી,યુપી સરકારે આગામી ૧૦ વર્ષ માટેની પોપ્યુલેશન પોલિસીની જાહેરાત કરી દીધી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે, વસતી વધારો ગરીબી અને નિરક્ષરતાનુ મોટુ કારણ છે.કેટલાક સમુદાયોમાં વસતી નિયંત્રણને લઈને જાગૃતિ નથી.આવા સમુદાયોમાં જાગૃતિ ફેલાવવા માટે કામગીરી કરવામાં આવશે.

વિકાસ માટે વસતી વધારા પર અંકુશ જરુરી છે.આ માટે પ્રયત્ન કરવાની અને મોટા પાયે જાગૃતિ ફેલાવવાની જરુર છે.નવી પોલિસીમાં સમાજના દરેક વર્ગનો ખ્યાલ રાખવામાં આવશે.છેલ્લા કેટલાક દાયકાઓથી વધતી વસતી પર ચર્ચા ચાલુ છે.યુપીમાં જન્મદર ઘટાડવાની જરુર છે.માતાના સ્વાસ્થ્ય માટે પણ બે બાળકો વચ્ચે અંતર હોય તે જરુરી છે.

તેમણે કહ્યુ હતુ કે, સરકારનો ધ્યેય આ નીતિ લાગુ કરીને વધતી વસતી પર કાબૂ મેળવવાની સાથે સાથે દરેક નાગરિકના જીવનમાં ખુશી અને સમૃધ્ધિ લાવવાનો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લે યુપીમાં ૨૦૦૦ માં પોપ્યુલેશન પોલિસી લાગુ કરાઈ હતી.જે ૨૦૧૬ સુધી અમલમાં હતી. હવે નવી પોલિસી ૨૦૩૦ સુધી અમલમાં રહેશે.

યોગી સરકાર ઈચ્છે છે કે, આ પોલિસીમાં તમા સમુદાયોને સામેલ કરવામાં આવે તેમજ સ્કૂલોમાં પણ તેનો પ્રચાર પ્રસાર થાય.
નવી નીતિના ભાગરુપે યુપીમાં જન્મદરને ૨૦૨૬ સુધીમાં ૨.૧ ટકા કરવાનો છે.હાલમાં યુપીનો જન્મ દર ૨.૭ ટકા છે.જે રાષ્ટ્રીય એવરેજ ૨.૨ કરતા વધારે છે.તેને ૨૦૩૦ સુધીમાં ૧.૯ ટકા સુધી કરવાનો છે.

આ માટે પરિવાર નિયોજન કાર્યક્રમો પણ લાગુ કરવાની જરુર છે.સાથે સાથે વધારે સારી સ્વાસ્થ્ય સુવિધાઓ આપવાના કારણે બાળકોના અને માતાઓના મૃત્યુ દરને ઘટાડી શકાશે.નવી નીતિમાં ટીનએજર્સના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.