અમદાવાદમાં મોડી સાંજે વીજળીના કડાકા સાથે ભારે વરસાદ
અમદાવાદ, રવિવારે દિવસ દરમિયાન ભારે બફારા બાદ સાંજે અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો શરૂ થયો હતો. અમદાવાદના પશ્ચિમના કેટલાંક વિસ્તારો સહિત પૂર્વમાં પણ કેટલાંક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ભારે વરસાદ પડવાના લીધે અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. છેલ્લા કેટલાંક દિવસના ભારે બફારા બાદ રવિવારની સાંજે ગાજવીજ સાથે વરસાદ પડતા જ શહેરીજનોને ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.
અહીં નોંધનીય છે કે આગામી ૪ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૦ જિલ્લાના ૧૫૬ તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
જ્યારે યાત્રાધામ અંબાજીમાં પણ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ જાેવા મળ્યો હતો. દિવસભરના ઉકળાટ બાદ ગાંધીનગરમાં પણ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગાંધીનગરના માણસા તાલુકાના બાલવા, ઉનાવા, વાસણિયા મહાદેવ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે દ્ગડ્ઢઇહ્લની ટીમોને તૈનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે નવસારી-વલસાડ-બનાસકાંઠા-સાબરકાંઠા-અરવલ્લી-સુરત-વડોદરા-છોટા ઉદેપુર-નર્મદા-ભરૂચ-ડાંગ-અમરેલી-ગીર સોમનાથ તો સોમવારે નવસારી-વલસાડ-તાપી-સુરત-ડાંગ-અમેરેલી-ભાવનગર-અમદાવાદ-આણંદ-સાબરકાંઠા-બનાસકાંઠા-અરવલ્લી-વડોદરા-નર્મદા-ભરૂચ, મંગળવારે સુરત-નવસારી-વલસાડ-જુનાગઢ-ગીર સોમનાથ-અમદાવાદ-આણંદ-અરવલ્લી-મહીસાગર-નર્મદા-ભરૂચ-પોરબંદર-અમરેલી-બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.