Western Times News

Gujarati News

મહીસાગર જિલ્લો કોરોનામુકત-21 માં દિવસે કોરોનાનો એક પણ કેસ નહીં

લુણાવાડા, કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમાર બંસલ અને જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

મહીસાગર જિલ્?લામાં સતત એકવિસમાં દિવસે એકપણ કેસ ન નોંધાતા મહીસાગર જિલ્?લો કોરોનામુકત રહ્યો છે.
મહીસાગરવાસીઓએ જેમ સતત છેલ્?લા એકવીસ દિવસથી કોરોના સંક્રમણને વધતું અટકાવીને જિલ્?લાને કોરોનામુકત બનાવવામાં જિલ્?લા વહીવટીતંત્રને સહયોગ આપ્યો છે તેવો જ સહયોગ આગામી સમયમાં આપી જિલ્?લો કોરોનામુકત રહે અને હવે જિલ્?લો વેકિસનયુકત બને તે જાેવા અપીલ કરવામાં આવી છે.

આમ, જિલ્લામાં કોરોના ના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૧૧-૦૭-૨૦૨૧ના સાંજના ૪-૩૦ વાગ્યા સુધીમાં ૭૪૯૧ કેસ પોઝીટીવ નોધાયા છે. હાલ જિલ્ લામાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૭૪૧૮ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે રર વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૫૧ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૭૩ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ ૩૦૦૧૭૫ રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.