“યે જવાની હે દિવાની”ની અભિનેત્રી એવલિન પ્રેગ્નેન્ટ
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્માએ તારીખ ૧૫ મેના દિવસે ઓસ્ટ્રેલિયામાં રહેતા ડૉક્ટર તુષાન ભીંડી સાથે લગ્ન કર્યા હતા. અમારા સહયોગી ‘બૉમ્બે ટાઈમ્સ’ સાથેની ખાસ વાતચીતમાં એક્ટ્રેસ એવલિન શર્માએ જણાવ્યું કે તે હવે પોતાના પ્રથમ સંતાનને જન્મ આપવા જઈ રહી છે.
તારીખ ૧૨ જુલાઈએ એક્ટ્રેસ એવલિન શર્માનો જન્મદિવસ છે ત્યારે તે પહેલા જ પ્રેગ્નેન્સીના સમાચાર મળતા હવે તે ખૂબ જ ખુશ છે. રણબીર કપૂર-દીપિકા પાદુકોણની ફિલ્મ યે જવાની હૈ દિવાની’ ફૅમ એક્ટ્રેસ એવલિન શર્માએ ૧૫ મે, ૨૦૨૧ના રોજ ઓસ્ટ્રેલિયામાં રહેતા ઈન્ડિયન ડેન્ટલ સર્જન તુશાન ભીંડી સાથે લગ્ન કર્યા હતા. બે મહિના બાદ એવલિને ફર્સ્ટ પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે.
એવલિન શર્માની જાણીતી બોલિવૂડ ફિલ્મોમાં ‘યે જવાની હૈ દિવાની’, યારિયાં, ‘મેં તેરા હિરો’, ‘નૌટંકી સાલા’, ‘સાહો’ વગેરેનો સમાવેશ થાય છે. ૧૨ જુલાઈએ એવલિન શર્માનો જન્મદિવસ છે ત્યારે તેનું માનવું છે કે આ તેની સૌથી બેસ્ટ ગિફ્ટ છે. પતિ તુષાન ભીંડી વિશે વાત કરતા એવલિન શર્માએ જણાવ્યું કે અમે બંને સાથે ખૂબ સરસ લાગીએ છીએ.
અહીં નોંધનીય છે કે એવલિન શર્મા પોતાનું લગ્નજીવન એન્જાેય કરી રહી છે. તેનું માનવું છે કે દરેક વ્યક્તિએ તે કામ કરવું જાેઈએ કે જે તેને પસંદ છે. કારણકે મનની ખુશી સૌથી વધારે જરૂરી છે. જીવનની દરેક પળ મહત્વની છે માટે ખુશીથી જીવવું જાેઈએ.
અહીં નોંધનીય છે કે એવલિન અને તુષાને ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં ૧૫ મેના રોજ કન્ટ્રી સ્ટાઈલ વેડિંગ કર્યા હતા. ઓસ્ટ્રેલિયામાં રહેતા ડેન્ટલ સર્જન ડૉ. તુષાન સાથે એવલિને ૨૦૧૯માં સગાઈ કરી હતી. તુષાને સિડની હાર્બર બ્રિજ પર એવલિનને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તે વખતે એવલિને સિડનીની સ્કાયલાઈન સામે કિસ કરતી તેમની તસવીર શેર કરી હતી.