ફિટેસ્ટ અભિનેતા અક્ષય કુમારે રક્ષાબંધન માટે વજન વધાર્યું
મુંબઈ: બોલીવુડના સૌથી ફિટ એક્ટર અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ રક્ષાબંધનની તૈયારીઓ શરુ કરી દીધી છે. આ ફિલ્મ માટે અક્ષયે વજન વધાર્યું છે. અક્ષય કુમાર હાલમાં જ આનંદ એલ રાયની ફિલ્મ ‘રક્ષાબંધન’ના સેટ પર જાેવા મળ્યા હતા, જેમાં એમનું વજન વધેલુ જાેવા મળ્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર દિલ્હીના યુવકની ભૂમિકા ભજવી રહ્યા છે.
અક્ષયે તેની આગામી ફિલ્મ રક્ષાબંધન માટે ૫ કિલો વજન વધાર્યું છે. આ પહેલા ફિલ્મ સૂર્યવંશી માટે પણ અક્ષયે ૬ કિલો વજન વધાર્યું હતું. અક્ષય કુમાર વાત કરતાં કહ્યું કે, હું વજન વધારવા અને ઘટાડવાની પ્રોસસને હમેશા એન્જાેય કરું છું. હું આ પ્રોસેસ સેફ્ટી સાથે કરું છું. મે સંપૂર્ણ પ્રાકૃતિક રીતે ૫ કિલો વજન વધાર્યું છે. જેના લીધે મારી મા ના હાથનો હલો ખાવાનો મોકો મળ્યો છે.
શુ આર્શીવાદ છે! ફિલ્મ રક્ષાબંધનનું શૂટિંગ હાલમાં મુંબઇમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં અક્ષય સાથે પાંચ નવા ચેહરા જાેવા મળશે, જે ફિલ્મમાં અક્ષયની બહેનોનો રોલ કરશે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર પણ છે. અક્ષય સાથે ભૂમિની આ બીજી ફિલ્મ છે. આ પહેલા તેઓ ટોઇલેટઃ એક પ્રેમ કથામાં જાેવા મળ્યા હતા. બોલીવુડના સૌથી ફિટેસ્ટ એક્ટર અક્ષય કુમારની ફિલ્મોની વાત કરીએ તો ‘રક્ષાબંધન’ સહિત તેમની પાસે બેલ બોટર્મ, સૂર્યવંશી, અતરંગી રે, પૃથ્વીરાજ, બચ્ચન પાંડ અને રામ સેતુ જેવી મોટા બજેટની ફિલ્મો છે.