ઈન્ડિયન આઈડલના જજ બનવા રાહુલ વૈદ્યની ઈચ્છા
મુંબઈ: ઈન્ડિયન આઈડલ ૧૨ છેલ્લા ખાસ્સા સમયથી વિવિધ કારણોસર ચર્ચામાં છે. આ વખતે સિંગિંગ સિવાયના કારણોને લીધે શો વિવાદમાં રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર પણ આ સિંગિંગ રિયાલિટી શો અને તેના કન્ટેસ્ટન્ટ્સને ખૂબ ટ્રોલ કરે છે. ઈન્ડિયન આઈડલ’ની પહેલી સીઝનનો ભાગ રહી ચૂકેલા સિંગર રાહુલ વૈદ્યએ હાલમાં જ શો સાથે જાેડાયેલા વિવાદો વિશે પ્રતિક્રિયા આપી છે. સાથે જ રાહુલે જણાવ્યું છે કે, ભવિષ્યમાં તક મળી તો ચોક્કસ આ શોનો જજ બનશે. વાતચીતમાં રાહુલ વૈદ્યએ ઈન્ડિયન આઈડલ ૧૨ના વિવાદો વિશે કહ્યું, ઈન્ડિયન આઈડલ ૧૨ સાથે જાેડાયેલી કોન્ટ્રોવર્સી વિશે મને વધારે ખ્યાલ નથી. મને ખરેખર ખબર નથી કે શોમાં અત્યારે શું થાય છે.
મેં ક્યાંક વાંચ્યું હતું કે કોઈ ગેસ્ટે તેમને કન્ટેસ્ટન્ટ્સની પ્રશંસા કરવાનું કહેવાયું હતું તેવું નિવેદન આપ્યું હતું. મને લાગે છે કે, શોમાં રહેલા બધા જ કન્ટેસ્ટન્ટ્સ સારું ગાયકો છે. તેમના ટેલેન્ટને કોઈ નકારી ના શકે. છેવટે તો આ શો લોકોના મનોરંજન માટે જ બનાવાયો છે. આ શો બનાવા પાછળનો ઉદ્દેશ છે કે લોકો સિંગરોને સાંભળે તે છે પરંતુ તેની સાથે મનોરંજનનું પાસું પણ જાેડાયેલું છે. જાે કોઈ ગેસ્ટને કન્ટેસ્ટન્ટના વખાણ કરવાનું કહેવામાં આવે, નહીં કે ટીકો તો પછી તેમાં ખોટું શું છે?
મને નથી લાગતું કે લોકોએ આ મુદ્દે રાઈનો પહાડ બનાવો જાેઈએ. મેં એવું પણ સાંભળ્યું હતું કે, શોમાં કોઈ રોમેન્ટિક એંગલ બતાવાઈ રહ્યો છે. આ ખાલી મજાક-મસ્તી માટે બતાવાય છે. આને આટલું મહત્વ આપવાની જરૂર નથી. શો છેલ્લા ૬-૭ મહિનાથી ચાલી રહ્યો છે અને આ બધું જ માત્ર મનોરંજન માટે કરવામાં આવ્યું છે. શો ટૂંક સમયમાં જ પૂરો થઈ જશે અને નવી સીઝન શરૂ થશે. નવા કન્ટેસ્ટન્ટ્સ આવશે અને વાર્તા આમ જ આગળ વધતી રહેશે. મને નથી લાગતું કે લોકોએ આવી બાબતોને વધુ ગંભીરતાથી લેવી જાેઈએ.