Western Times News

Gujarati News

ભાજપના કોર્પોરેટરે “ગુજરાતી”માં ન સમજતા કમીશ્નરને અંગ્રેજીમાં ફરીયાદ કરી

કમીશ્નરની નિષ્ક્રિયતાથી કોર્પોરેટરોમાં રોષઃ ચાલુ મીટીંગમાં ઘુસી જઈને આક્રમક રજુઆત કરી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં પ્રદુષિત પાણીની સમસ્યા વકરી રહી છે. શહેરન તમામ વોર્ડમાં ઓછા-વત્તા પ્રમાણમાં પ્રદુષણયુકત પાણી સપ્લાય થઈ રહયા છે.મ્યુનિ. આરોગ્યખાતા દ્વારા થતા રેન્ડમ ચેકીગમાં પણ અનફીટ સમ્પલોની સંખ્યા વધી રહી છે. પ્રદુષિત પાણીના કારણે કમળો, ઝાડાઉલટી, ટાઈફોઈડ અને કોલેરાનો રોગચાળો વકરી રહયો છે. શહેરમાં સપ્લાય થતા ડહોળા અને દુર્ગધયુકત પાણી અંગે વિપક્ષ અને શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા અનેક વખત રજુઆતો કરવામાં આવી છે.

મ્યુનિ. વિપક્ષે માસિક સામાન્ય સભામાં આ અંગે ફરીયાદો કરી છે. જયારે શાસકપક્ષના કોર્પોેરેટરોએ કમીશ્નરને રૂબરૂમાં મળીને પ્રજાની વ્યથા સમજાવી છે. તેમ છતાં તેમની સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. મ્યુનિ.કમીશ્નર કદાચ “ગુજરાતી” નહી સમજતા હોય તેમ માનીને શાસકપક્ષ ભાજપના સીનીયર કોર્પોેરેટર મયુરભાઈ દવેએ અંગ્રેજીમાં લેખિત ફરીયાદ કરી છે !

શહેરના દક્ષિણપૂર્વ અને મધ્ય ઝોનમાં પ્રદુષિત પાણીની સમસ્યા કાબુ બહાર જઈ રહી છે. દક્ષિણઝોનના બહેરામપુરા, દાણીલીમડા, વટવા અને લાંભા વોર્ડના નાગરીકો છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહયા છે. ગૃહમંત્રીના મતવિસ્તારમાં પાણીજન્ય રોગના સૌથી વધુ કેસ નોધાયા હોવા છતાં મ્યુનિ. કમીશ્નર અને ડે.મ્યુનિ. કમીશ્નર તદ્દન નિષ્ક્રીય છે.

જેના કારણે નારાજ નાગરીકો એ દક્ષિણઝોન કચેરીએ “હલ્લાબોલ” કર્યા હતો. તથા ઉગ્ર દેખાવો પણ કર્યા હતા. જયારે કોટ વિસ્તારના ખાડીયા, કાલુપુર, શાહપુર, દરીયાપુર અને જમાલપુર વિસ્તારમાં ડહોળુ પાણી સપ્લાય થઈ રહયું છે. દુધેશ્વર ખાતેથી આ વિસ્તારોમાં પાણી થતા સપ્લાય પાણીમાં પ્રદુષણની માત્રા વધારે છે. સોમવારે સવારે પાણીમાં પ્રદુષણની માત્રા ખૂબ જ વધારે હોવાથી નાગરીકોની સાથે-સાથે કોર્પોરેટરો પણ ક્રોધિત થયા હતા.

ખાડીયા ના કોર્પોરેટર મયુરભાઈ દવેએ પ્રદુષિત પાણી મુદ્દે અનેકવખત કમીશ્નર સમક્ષ રૂબરૂમાં ફરીયાદ કરી છે.
મ્યુનિ.કમીશ્નરને પ્રજાની સમસ્યામાં રસ નથી અથવા ગુજરાતી ભાષામાં ઓછી ફાયર હશે તેમ મયુર દવે માની રહયા છે. તેથી પ્રજાની સમસ્યા અને કોર્પોરેટરોની દુર્દશા ને વ્યવસ્થિત વાચા આપવા માટે કમીશ્નર સમજે તેવી “અંગ્રેજી” ભાષામાં લેખિત ફરીયાદ કરી છે. મયુર દવેના જણાવ્યા મુજબ કમીશ્નરને રૂબરૂ મળવા માટે ૧પથી ર૦ મીનીટ તેમની ચેમ્બર બહાર રાહ જોવી પડે છે. ત્યારબાદ માત્ર બે થી ત્રણ મીનીટ જ સમય ફાળવે છે. ગુજરાતી ભાષામાં લખેલી ફરીયાદો તેઓ વાંચતા હોય તેમ લાગી રહયું નથી તેથી જ “અંગ્રેજી” ભાષામાં ફરીયાદ કરવાની ફરજ પડી છે. મ્યુનિ. કોર્પોરેટર પ્રજાના પ્રતિનિધિ છે. તેમને પણ કમીશ્નર પુરતો સમય આપતા નથી તો સામાન્ય નાગરીકોની પરિસ્થિતિ કેવી હશે ? તે સમજી શકાય તેમ છે.

 

શહેરના કોટ વિસ્તારમાં સોમવારે સપ્લાય થયેલ પ્રદુષિત પાણી મુદ્દે ખાડીયા ના કોર્પોરેટર મયુર દવે અને શાહપુરના કોર્પોેરેટરો ફાલ્ગુનીબેન શાહે વોટર સપ્લાય કમીટીની બેઠકમાં જઈને પણ ફરીયાદ કરી હતી. આ બંને કોર્પોરેટરો કમીટીના સભ્ય નથી પરંતુ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે કમીટી બેઠકમાં જઈને જવાબદાર અધિકારીઓ સમક્ષ ફરીયાદ કરી હતી.

મ્યુનિ.કોર્પોરેશનના આંતરીક સુત્રોનું માનીએ તો કમીશ્નર પ્રદુષિત પાણીની સમસ્યા દૂર કરવામાં અંગત રસ લેતા જ નથી ! ર૦૧૭ અને ર૦૧૮માં પાણીના અનફીટ સેમ્પલો ની સંખ્યા વધુ હતી તેથી કમીશ્નરે અનફીટ સેમ્પલોની સંખ્યામાં ઘટાડો કરવા માટે પાણીના સેમ્પલમાં જ ઘટાડો કર્યા છે. મતલબ કે ર૦૧૭ અને ર૦૧૮ માં દર મહીને સરેરાશ ૩પ૦૦ સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવતા હતા.

જે પૈકી ર૭૦-ર૮૦સેમ્પલ અનફીટ જાહેર થતા હતા. જયારે ર૦૧૯માં સ્માર્ટસીટીના સ્માર્ટ કમીશ્નરે નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. તથા સેમ્પલની સંખ્યામાં જ પ૦ ટકા ઘટાડો કરવામાં છુપા આદેશ કર્યા છે. તેથી અનફીટ સેમ્પલની સંખ્યા પણ આપોઆપ ઓછી થાય છે. ખોટી વાહ-વાહ મેળવવામાં મશગુલ રીપોર્ટ સુધારવા માટે પરીક્ષણ પર કામ મુકે છે. પરંતુ પ્રજાની સમસ્યા દૂર કરવા પ્રયાસ કરતા નથી તેવી ચર્ચા પણ ચાલી રહી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.