Western Times News

Gujarati News

સવારનું જમણ અમીર જેવું અને રાતનું જમણ ગરીબ જેટલું જ કરવું જાેઈએ

પ્રતિકાત્મક

સ્વસ્થ જીવન જીવવા માટે શું કરવું જાેઈએ

એક જૂની અંગ્રેજીમાં કહેવત છે, There’s an old saying: “Breakfast like a king (રાજા) ; lunch like a prince (રાજકુંવર) ; dinner like a pauper. (ગરીબ) ”

પાણીઃ સવારે પ્રાતઃકાળે ઉઠી તાંબાના વાસણમાં રાખેલું બે ગ્લાસ પાણી પીવું. દિવસમાં દર બે કલાકે એક-બે ગ્લાસ પાણી પીવું. સંપૂર્ણ દિવસ દરમિયાન આઠથી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. પેશાબ કરતા પૂર્વે પણ પાણી પીવું મહત્વનું છે.
વ્યાયામઃ સવારે દિન ચર્યા પતાવી ૩૦ મિનિટ ચાલવું જાેઈએ. ઘરમાં પણ ચાલી શકાય. જાેગિંગ પણ કરી શકાય. યોગાસન, પ્રાણાયમ, સૂર્ય નમસ્કાર પણકરી શકાય. ઘરમાં દાદરા હોય તો દસ વાર ચડ-ઉતર કરાય.

ભોજનઃ ભોજન સમયે ખોરાક ધીરે-ધીરે ચાવીને ખાવો ક્યારેક ભરપેટ ભોજન કરવું નહીં. થોડું ખાલી પેટ રહે તે લાભકારક છે. સવારનું ભોજન બપોરનાં બાર વાગ્યા પહેલા અને રાતનું જમવાનું સાંજના સાત પહેલાં લેવું જાેઈએ. સવારે આઠ વાગ્યે બ્રેકફાસ્ટ નાસ્તો કરવો જરૂરી છે.

બે ભોજન વચ્ચે ઓછામાં ઓછો સાત કલાકનો ગાળો હોવો જાેઈએ. ભોજનમાં ઓછી ચરબી ધરાવતું તેલ ઉપયોગમાં લેવું. ભોજનમાં રોટલી, દાળ, કઠોળ, શાક, સલાડ, કોથમીર, ુફુદીનાની ચટણી, સુપ તેમજ ભાતનો સમાવેશ કરવો. શાકભાજી, ફળ બરાબર ધોઈને ઉપયોગમાં લેવા.

બ્રેકફાસ્ટ વ્યવસ્થિત રીતે શાંતિથી કરવો. સવારનું જમણ અમીર જેવું અને રાતનું જમણ ગરીબ જેવું કરવું જાેઈએ. સવારે ચાનાં સ્થાને મધ, લીંબુ, પાણી તેમજ દૂધનાં સ્થાને દહીં, છાશ, લઈશકાય. સાકરના – ખાંડના સ્થાને ગોળ ખાવો જાેઈએ.
ભોજન કર્યા બાદ પાંચથી પંદર મિનિટ વજ્રાસનમાં બેસવું. થોડા સખત ગાદલાં તેમજ પાતળા તકિયાનો ઉપયોગ સૂવા માટે કરવો જાેઈએ.

ચિંતામુક્ત થઈ શાંતિથી સૂઈ જવું. રોજીંદા આહારમાં મીઠું, સાકર, મરચું, મસાલા, તેલ, ઘી, આઈસ્ક્રીમ વગેરેનુ મર્યાદામાં સેવન કરવું. શરાબ, ધૂમ્રપાન તેમજ નશીલા પદાર્થોના સેવનનો ત્યાગ કરવો. વગર ભૂખે ભોજન કરવું નહીં. પેટ એ ડબ્બો નથી કે સમય થાય એટલે ભરી દેવો જાેઈએ. કુદરતી રીતે સરખી ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવું જાેઈએ. મેંદો-સાકરનું વધુ પડતું પ્રમાણ, પોલીસ કરેલા ચોખાનું વધુ પડતું સેવન હાનિકારક છે.

ભોજન કરતા વચ્ચે પાણી પીવું નહી. ભોજનના અર્ધા કલાક પહેલાં અથવા તો એક કલાક પછી જ પાણી પીવું. મોડીરાત્રે ભારે ખાવું નહીં. મોડી રાત્રી સુધી ઉજાગરા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. દિવસમાં એક વાર હુંફાળા પાણીમાં મીઠું ભેળવી બે કોગળા કરવા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.