Western Times News

Gujarati News

લોકોની સમસ્યાઓ જાણવા, રજૂઆત કરવા અને ઉકેલ લાવવા માટે આ કાર્યાલય કામ કરશે.:AAP જીલ્લા પ્રમૂખ

પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની આગેવાનીમાં પાર્ટીની કામગીરી જિલ્લાના તમામ તાલુકાઓમાં લોકો પાર્ટીમાં જોડાય રહ્યા છે અને જિલ્લા, શહેર અને તાલુકાઓમાં પાર્ટીના સંગઠનની રચના પણ કરવામાં આવી છે.સાથે સાથે દરેક તાલુકાના કાર્યકરોએ ગામોમાં જઈને લોક સંપર્ક વધાર્યો છે અને સ્થાનિક સમસ્યાઓ જાણીને  જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆને જણાવવામાં આવી રહી છે. તેના ઉકેલ માટે જિલ્લા પ્રમુખ દ્વારા પ્રયત્નો અને રજૂઆતો પણ તંત્રને કરવામાં આવી રહી છે જેનો સકારાત્મક પ્રભાવ લોકોમાં જોવા મળી રહ્યો છે.

જેથી વધારેમાં વધારે લોકો આમ આદમી પાર્ટીના કાર્યકરોનો સંપર્ક કરી રહ્યા છે. ત્યારે લોકો પાર્ટીના કાર્યકરોનો સરળતાથી સંપર્ક કરી શકે, પોતાના વિસ્તારની સમસ્યાઓની રજૂઆત કરી શકે, વિસ્તારમાં કરવામાં આવતાં વિકાસના કામોમાં થતાં ભ્રષ્ટાચારને અટકાવવા નિર્ભિક બનીને રજૂઆત કરી શકે એવી વ્યવસ્થાના ભાગરૂપે તાલુકામાં કાર્યાલયની જરુર જણાતાં ઘોઘંબા તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆના હસ્તે રીબીન કાપી, શ્રીફળ વધેરીને ખુલ્લુ મૂકવામા આવ્યુ હતૂ,

પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું કે,આજે ગુજરાતમાં ૨૭ વર્ષથી ભાજપ સરકારનું શાસન છે અને વિપક્ષમાં કોંગ્રેસ છે આ બંને પક્ષોએ લોકોને સામૂહિક સુખાકારીના લાભોથી વંચિત રાખ્યા છે આજે પણ ગામડાઓમાં રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, સુરક્ષા વિગેરે સુવિધાઓથી વંચિત છે.મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી વધી છે

તેથી જનતા નારાજ છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આગમનથી લોકોને આશાનું કિરણ દેખાયું છે. ભાજપ કોંગ્રેસથી નારાજ લોકો આમ આદમી પાર્ટીમાં ઉત્સાહ થી જોડાય રહ્યા છે ત્યારે લોકોની સમસ્યાઓ જાણવા, રજૂઆત કરવા અને ઉકેલ લાવવા માટે આ કાર્યાલય કામ કરશે એમ જણાવ્યુ હતૂ.

કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તાલુકાના વિવિધ ગામોમાંથી ખુબ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.આ પ્રસંગે જિલ્લા ઉપ પ્રમુખ, જિલ્લા મહામંત્રી, જિલ્લા સંગઠન મંત્રી, જિલ્લા સહ સંગઠન મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ અર્જુનસિંહ બારીઆ, તાલુકા ઉપપ્રમુખ રમણભાઇ રાઠવા, ઉપ પ્રમુખ જગદીશભાઈ પરમાર, જિલ્લા ઉપ પ્રમુખ પ્રવિણભાઈ રાઠવા, જિલ્લા સહમંત્રી મંગલસિહ પટેલીયા, જિલ્લા સહ સંગઠન મંત્રી પ્રવિણભાઈ વરીયા, તાલુકા યુવા પ્રમુખ પંકજભાઈ પટેલ વિગેરે તાલુકાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનુ સંચાલન અને આભારવિધિ જિલ્લા યુવા સમિતિના મહામંત્રી ભરતભાઈ રાઠવાએ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.