Western Times News

Gujarati News

TMC સૌરવ ગાંગુલીને રાજયસભામાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે

કોલકતા: તૃણમૂલ કોંગ્રેસ ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની અને બીસીસીઆઇના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીને રાજયસભામાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. સૌરવના ૪૯માં જન્મ દિવસ પર મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીના તેમના ઘરે જ તેમને શુભેચ્છા પાઠવ્યા બાદથી બંગાળના રાજનીતિક વર્તુળોમાં આ ચર્ચાએ જાેર પકડયું છે. જાે આમ થશે તો તેને મમતાનો માસ્ટર સ્ટ્રોક કહેવામાં આવશે. એ યાદ રહે કે ભાજપ ખુબ લાંબા સમયથી સૌરવને પોતાના જુથમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે ભાજપે બંગાળ વિધાનસભા ચુંટણી પહેલા સૌરવને સીધા મમતાની વિરૂધ્ધ ઉભા કરવાનો ભરપુર પ્રયાસ કર્યો હતો પરંતુ સૌરવે સ્પષ્ટ રીતે કહી દીધુ હતું કે હાલ તેની રાજનીતિમાં આવવાની કોઇ યોજના નથી

મમતાની સાથે સૌરવના ખુબ સારા સંબંધ છે સૌરવને બંગાળ ક્રિકેટ સંધના અધ્યક્ષ બનાવવામાં મમતાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે જાે કે બીસીસીઆઇ અધ્યક્ષ બન્યા બાદ સૌરવે આ પદેથી રાજીનામુ આપ્યું હતું આ વર્ષ જાન્યુઆરીમાં સૌરવને જયારે હ્‌દયરોગનો હુમલો આવ્યા ત્યારે મમતા તેમને જાેવા માટે હોસ્પિટલમાં પણ ગયા હતાં આમ તો મમતા સૌરવને તેમના દરેક જન્મ દિવસ પર શુભેચ્છા પાઠવે છે પરંતુ આ પહેલો પ્રસંગ હતો જયારે તે તેમના બેહલા વિસ્તારમાં આવેલ મકાનમાં ગયા હતાં સુત્રોનું માનવામાં આવે તો મમતાએ ગાંગુલી સાથે રાજયસભાના સભ્ય બનવાને લઇ વાતચીત કરી હતી.

એ યાદ રહે કે દિનેશ દ્વિવેદીના ટીએમસી છોડવા અને રાજયસભાના સભ્ય તરીકે રાજીનામુ આપવાથી અને માનસ ભુઇયાંના મમતા સરકારમાં મંત્રી બનવાને કારણે રાજયસભામાં બે પદ ખાલી છે આ બાબતે બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ધોષે કહ્યું હતું કે સૌરવ ગાંગુલી જાે રાજયસભા સભ્ય બને તો તેનાથી અમે શું વાંધો હોઇ શકે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.