ચીન LACના ઉપયોગ માટે તિબેટી જવાનોને સેનામા ભરતી કરી રહ્યું છે
નવીદિલ્હી: પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકોના હાથે પરાજય થયા બાદ ચીને હવે પૂર્વોત્તરના રાજયોમાં પોતાની ધુષણખોરી વધારવાની તૈયારીમાં લાગી ગયું છે. એક અહેવાલ અનુસાર ભારતની સીમા પર વાસ્તવિક નિયંત્રણ રેખા નો(એલએસી) ઉપયોગ કરવા માટે સેનામાં તિબેટના જવાનોની ભરતી કરાવી રહ્યું છે.
ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી છે કે ચીનની સેના તિબેટના જવાનોની ભરતી કરી રહ્યું જેથી તેમનો ભારતની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઉપયોગ કરી શકાય સુત્રોએ કહ્યું કે ચીની સેના તિબેટના જવાનોને અનેક પ્રકારના ટેસ્ટ લીધા બાદ ભરતી કરી રહ્યું છે.
સુત્રોએ કહ્યું કે ચીની સેનાની ટેસ્ટમાં ચીની ભાષાને શિખવડી અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીને સર્વોચ્ચ માનવી જરૂરી છે તેમનું કહેવું છે કે આ યુવાનોને કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના નિયમોને દલાઇ લામાથી પણ ઉપર માનવા પડશે. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સેનામાં તિબેટના જવાનોએ પહાડી વિસ્તારમાં જે રીતે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે તેને ધ્યાનમાં રાખી ચીને આ વર્ષની જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પોતાની ટુકડીમાં તિબેટના યુવાનોની ભરતી કરવાનું શરૂ કરી દીધુ છે.
એ યાદ રહે કે ગત વર્ષ જયારે પૈંગોંગ લેક નજીક ભારત અને ચીનની સેનામાં તકરાર થઇ હતી ત્યારે ભારતીય ટુકડીઓમાં સામેલ સ્પેશલ ફ્રંટિયર ફોર્સના તિબેટી જવાનોએ ચીનને પરાજય કરી દીધા હતાં.
એ યાદ રહે કે ભારત ચીન વચ્ચે એપ્રિલ મે ૨૦૨૦થી તનાવની સ્થિતિ બનેલ છે બંન્ન દેશોના જવાનોમાં આ દરમિયાન ગલવાન ઘાટીમાં અનેકવાર અથડામણ થઇ છે જાે કે બંન્ને દેશો તરફથી સીમા પર ઉભા થયેલા તનાવને દુર કરવા માટે સૈન્ય અને કૂટનીતિક સ્તર પર વાતા પણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ સમસ્યાનું કોઇ યોગ્ય સમાધાન નિકળી શકયુ નથી