મેંદરડા તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચ વરસાદ નોંધાયો
ગાંધીનગર, ચોમાસાની સીઝન શરૂ થઇ ગઇ છે. પરંતુ મેઘરાજા છેલ્લા ઘણા દિવસોથી રિંસાણા હોય તેવુ લાગી રહ્યુ હતુ. જાે કે આ અઢવાડિયાની શરૂઆતમાં મેઘાએ પોતાની બેટિંગ શરૂ કરી દીધી છે. તાજેતરમાં રાજ્યનાં ૧૮૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકામાં નોંધાયો છે. મેંદરડા તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચ વરસાદ નોંધાયો છે. વળી જાે અમદાવાદની વાત કરીએ તો અહી ગઇકાલે રાતથી ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં ૩.૫ ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યનાં પાટનગર ગાંધીનગરનાં ઘણા વિસ્તારોમાં મોડી રાત્રીએ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. નડિયાદ અને ભૂજ તાલુકામાં ૩-૩ ઇંચ વરસાદ નોંધાયો છે. વળી લાલપુર કુતિયાણા અને ધાનેરા તાલુકામાં પણ ૩-૩ ઇંચ વરસાદ નોંધાયો છે. લખતર અને રાધનપુર તાલુકામાં ૨.૫-૨.૫ ઇંચ વરસાદ નોંધાયો છે.
બગસરા સરસ્વતી ધંધુકા સમી તાલુકામાં ૨-૨ ઇંચ વરસાદ, ધોળકા શંખેશ્વર અને સાયલા તાલુકામાં ૨-૨ ઇંચ વરસાદ અને પાટણ તાલુકામાં પણ ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. ૪૩ તાલુકામાં ૧ થી ૨ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. વળી ૧૨૩ તાલુકામાં ૧ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આ સમગ્ર આંકડા આજે સવારે ૬ કલાકે પૂરા થયેલા ૨૪ કલાકનો વરસાદ છે.
અમદાવાદમાં બે કલાકમાં સરેરાશ ૩ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ મણિનગરમાં ૫ ઈંચ, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સરેરાશ ૪ ઈંચ વરસાદ પડ્યો છે. સૌથી ઓછો વરસાદ જાેધપુર અને બોપલમાં ૧.૨૫ ઈંચ નોધાયો છે. ભારે વરસાદના કારણે શહેરના ૭ અંડરપાસ બંધ કરાયા છે. શહેરમાં વરસાદ ઠેર ઠેર પાણી ભરાયા છે. જેમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડયો હતો.