Western Times News

Gujarati News

ડીસામાં આકાશી વિજળી પડતાં ૩૪ વર્ષિય મહિલાનું કરૂણ મોત

ડીસા, ડીસા શહેરની ચંદ્રલોક સોસાયટીમાં મોડી રાત્રે આકાશી વિજળી પડતાં ૩૪ વર્ષિય મહિલા નું કરૂણ મોત નિપજતાં બે માસુમ દિકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી દેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી છે. ડીસા સહિત બનાસકાંઠા જીલ્લાના હવામાન માં બે દિવસથી પલટો જાેવા મળી રહ્યો છે.

શનિવારે ભારે ઉકળાટ અને બફારા બાદ રવિવારે મોડી રાત્રે બે વાગ્યાના સુમારે ભારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડતાં ડીસા શહેરની ચંદ્રલોક સોસાયટીમાં રહેતાં વિજાબેન નરેશભાઇ રબારી (ઉ.વ.૩૪) ઓસરીના બહાર બાથરૂમ જવા માટે નિકળ્યા હતાં.

જે દરમ્યાન અચાનક જ કડાકા સાથે વિજળી પડતાં વિજાબેન એ બૂમાબૂમ કરી જાળી પકડી લેતાં ફસડાયા હતાં. જેથી તેમના પતિ સહિતનાઓએ તાત્કાલિક ભણશાળી હોસ્પિટલ બાદ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતાં. જાે કે, ફરજ પરના તબિબે વિજાબેન ને મૃત જાહેર કર્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.