Western Times News

Gujarati News

ટોઠદરા ગામે ટ્યુશનમાં જતા નાના બાળકને માર મારવાની ઘટનામાં બે પરિવારો બાખડયાં

(પ્રતિનિધી)ભરૂચ, ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે રહેતા મીનાક્ષીબેન પ્રદીપભાઈ માછી ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મીનાક્ષીબેન નો ૯ વર્ષીય પુત્ર ટોઠીદરા ગામમાં જ ટ્યુશનમાં જાય છે.છેલ્લા ત્રણ દિવસથી મીનાક્ષીબેનના પુત્રને ગામનો ભાઈલાલ ભીખાભાઈ માછી માર મારતો હતો.

જેથી મીનાક્ષીબેનના સસરાએ ભાઈલાલ ભીખાભાઈ માછી ને ઠપકો આપી માર્યો હતો. ગતરોજ મીનાક્ષીબેન ઘરે હાજર હતી તે વખતે તેના પતિ, સાસુ-સસરા નાઓ ભાઈલાલ ભીખાભાઈ માછી તેના ઘર પાસે રીસ રાખી ઝઘડો કરતો હતો જેથી મીનાક્ષીબેન ત્યાં દોડી ગયા હતા.

ભાઈલાલ માછી, અર્જુન માછી, રાજુ માછી, સંજય માછી, પાર્વતીબેન શીતલબેન, મીનાબેન નાઓ મીનાક્ષીના પતિ પ્રદિપ તથા સાસુ-સસરા સાથે ગમે તેમ ગાળો બોલતા હતા અને ભાઈલાલ માછી તેમના સસરાને કહેતો હતો કે તે મને ગઈકાલે કેમ માર્યો હતો, એમ કહી તેણે મીનાક્ષીબેનના સાસુ સોમીબેન માથાના ભાગે તથા હાથના ભાગે લાકડીના સપાટા મારેલા.

અર્જુન નાએ પણ સોમીબેનને પાઈપનો સપાટો માથાના ભાગે મારી દીધેલો તે દરમિયાન અર્જુન નાઓએ મીનાક્ષીબેનના પતિને પણ પાઇપના સપાટા માર્યા હતા. રાજુભાઈ નાએ મીનાક્ષીબેનને પણ લાકડીનો સપાટો માર્યો હતો, ત્યારબાદ તમામ નાઓ મીનાક્ષીબેનના પરિવારના સભ્યોને ઢીકાપાટુનો માર મારવા લાગેલા.

મારામારી દરમિયાન ગામના અન્ય ઈસમો આવી જતા તેઓને વધુ માંથી છોડાવ્યા હતા. ઇજાગ્રસ્ત મીનાક્ષીબેનના પરિવારજનોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા અવિધા સરકારી દવાખાનામાં ખસેડાયા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. *


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.