હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહ લોકહ્રદયના દિલેર રાજા હતા

સાસો સે રિસ્તા તોડ દિયા મગર દિલ સે આપ કો ના ભુલ પાયેંગે!!
હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વીરભદ્રસિંહ “લોકહ્ય્દયના દિલેર રાજા હતા અને લોકશાહી મૂલ્યોના રખેવાળ તેમજ સૈદ્ધાંતિક રાજનીતિના સેનાપતિ હતા તેમની વિદાયથી જાહેર જીવન રંક બન્યું છે!!
એવા “રાજા સાહેબ” ના હુલામણા નામથી ઓળખાતા હિમાચલ પ્રદેશના વિખ્યાત પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને પીઢ રાજનીતિજ્ઞ શ્રી વિરભદ્રસિંહ નું ૮૭ વર્ષ ની જૈફ વયે દુઃખદ અવસાન થતા મૂલ્યનિષ્ઠ માનવતાવાદી અને કર્મશીલ રાજનીતિમાં ભારે ખોટ પડી છે એવું મનાય છે
તસવીર હિમાચલ પ્રદેશની વિધાનસભાની છે જ્યારે બીજી તસવીર ડાબી બાજુથી હિમાચલ પ્રદેશના પૂર્વ સાંસદ અને શ્રીવીરભદ્રસિંહ ના ધર્મપત્ની પ્રતિભા સિંહની છે જ્યારે બીજી તસવીર શ્રીવીરભદ્રસિંહજીના પુત્ર અને ધારાસભ્ય વિક્રમાદિત્યની છે અને ત્રીજી તસવીર વીરભદ્રસિંહ ના પુત્રી અને એક આદર્શ ન્યાયાધીશ અભિલાષાકુમારીની છે જેવો ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ તરીકે અને પછી ચીફ જસ્ટિસ તરીકે પણ શ્રેષ્ઠ સેવા આપી ન્યાય ધર્મ ઉજાગર કર્યો છે!
તેઓની માનવ અધિકાર પંચમાં પણ તેમણે આપેલી શ્રેષ્ઠ સેવા ભૂલી શકાય તેમ નથી આવા સુંદર અને શ્રેષ્ઠ પરિવારમાં શ્રી વિરભદ્રસિંહ ની ખોટ પડી છે પરંતુ શ્રી વિરભદ્રસિંહજી પ્રખર માનવતાવાદી અને બિનસાંપ્રદાયિકતા માં શ્રદ્ધા ધરાવતા હોય તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને કોંગ્રેસના વફાદાર સૈનિક પણ હતા! ૧
1977થી 1979 સુધી તેમજ ૨૬ ઓગસ્ટ ૨૦૧૨ થી ડીસેમ્બર ૨૦૧૨ સુધી હિમાચલ પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ પણ રહી ચૂક્યા છે તેઓની વિદાય થી રાજકીય ક્ષેત્ર માં સિદ્ધાંતવાદી રાજનીતિજ્ઞ ની ખોટ હમેશા વણપુરાયેલી રહેશે!
( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી મુકેશભાઈ શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ શ્રી સી.કે.ઠક્કર, પૂર્વ ચીફ જસ્ટિસ શ્રીમતી અભિલાષાકુમારીજી, પૂર્વ જસ્ટિસ શ્રી મોહિતભાઈ શાહ, પૂર્વ જસ્ટિસ શ્રી કલ્પેશભાઈ ઝવેરી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા!
વિલિયમ પેન નામના તત્વ ચિંતક એ સરસ કહ્યું છે કે “જે દેશમાં માનવીઓ સારા હોય તે દેશની સરકાર ખરાબ ન હોઈ શકે”!! જ્યારે રેન ડિસ્કાર્ટિસ નામના ફ્રેન્ચ વૈજ્ઞાનિકે કહ્યું છે કે “સારુ દિમાગ હોવું પૂરતું નથી એનો શ્રેષ્ઠ ઉપયોગ કરતાં પણ આવડવું જાેઈએ”!!
બુશાદ રાજ્યના રાજા પદ્મસિંહ ના દીકરા તરીકે ૨૩મી જૂન ૧૯૩૪ના રોજ આ ધરતી પર જન્મ લેનાર હિમાચલ પ્રદેશના વિદ્વાન માનવતાવાદી અને નીડર વ્યક્તિત્વ ધરાવતા શ્રી વિરભદ્રસિંહ પોતાના શ્રેષ્ઠ કર્મશીલ કાર્યો દ્વારા હિમાચલ પ્રદેશમાં બહુમુખી પ્રતિભા ઉજાગર કરી હતી અને તેમના પરિવારના સભ્યોએ પણ આત્મ પરિશ્રમ દ્વારા જીવનના અનેક સોપાન ના શિખરો પાર કર્યા છે
માનવીએ પોતાના જીવનને એવા શ્રેષ્ઠ કર્મોથી ઉજાગર કરવું જાેઈએ કે સમયની રેત પર તેના પગલાં હંમેશા જીવંત રહે તેમનો આ સંદેશો જેમનું જીવન હતું એવા હિમાચલ પ્રદેશના દિગ્ગજ નેતા શ્રી વીરભદ્રસિંહની ફાની દુનિયા છોડીને જતા જીવનમાં લોકશાહી મૂલ્યોના રખેવાળ ની ખોટ પડી છે
અના તોલા સરસ કહ્યું છે કે “પ્રારબ્ધ એ શ્રી પરમેશ્વરનું તખલ્લુસ છે પ્રભુ જે ક્રુતિ ને પોતાનું નામ નથી આપવા માંગતો તેને પ્રારબ્ધ નું તખલ્લુસ અર્પણ કરે છે”!! ૨૩મી જૂન ૧૯૩૪ માં રાજા પદ્મસિહજીને ત્યાં પુત્ર તરીકે જન્મ લેનાર શ્રી વિરભદ્રસિંહ નો જન્મ જ એક વિભૂતિ તરીકે થયો હતો પરંતુ શ્રી વિરભદ્રસિંહજી એ પોતાની આગવી પ્રતિભા ઉજાગર કરી તેમણે જીવનમાં અનેક ગણું બહુમાન પ્રાપ્ત કરનાર દેશના પ્રથમ પંક્તિના રાજનીતિજ્ઞ તરીકે પોતાની પ્રતિષ્ઠા ઉજાગર કરી હતી.
શ્રી વિરભદ્રસિંહજી એ હિમાચલ પ્રદેશમાં ૩૦ વર્ષ સુધી મુખ્યમંત્રી શ્રી પદ પર રહ્યા એટલું જ નહીં આધારભૂત માહિતી મુજબ પાંચ વખત હિમાચલ પ્રદેશમાં સંસદ સભ્ય તરીકે ચૂંટાયા અને નવ વખત ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા તેમના ધર્મપત્ની પ્રતિભાસિંહ પણ હિમાચલ પ્રદેશ માંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા!
તેમના પુત્ર વિક્રમાદિત્ય પણ હિમાચલ પ્રદેશના શિમલા ના ગ્રામીણ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવેલ છે અત્રે એ નોંધનીય છે કે ૨૩મી જૂન ૧૯૨૧ના રોજ તેમનો જન્મ દિવસ પરિવારે મનાવ્યો હતો પણ કોને ખબર હતી કે તેઓનો જન્મ દિવસ આખરી બની રહેશે?!
રાજા વીરભદ્રસિંહજીના પુત્રી શ્રીમતી અભિલાષાકુમારીજી અથાગ પરિશ્રમ કરીને વિદ્વાન ધારાશાસ્ત્રી માંથી એક પ્રતિભાશાળી મુખ્ય ન્યાયાધીશ પદ પર પોતાના પ્રયત્નથી અને પોતાની વિદ્વતાથી ઊંચાઈ ના શિખરો સર કરી નિવૃત થયા છે “જીવન છે ત્યાં મૃત્યુ પણ છે” પરંતુ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રીવીરભદ્ર સિંહની ચિર વિદાયથી હિમાચલ પ્રદેશના પ્રજા આઘાતમાં સરી પડી હોવાનું જાણવા મળે છે કાશ હિમાચલ પ્રદેશની જનતા પોતાના પ્રિય નેતા એ કરેલા કાર્યોને યાદ કરતા કરતા કહેતી હશે કે “સાસો રિસ્તા તુમને તોડ દિયા મગર હમ દિલ સે આપકો ભૂલા ના પાયેંગે”!