ભાજપ પ્રદેશ લીગલ સેલના પ્રદેશ કન્વિનર તરીકે જે.જે. પટેલે પોતાનું નેતૃત્વ ઉજાગર કરતાં હવે ગુજરાતના વકીલો તેમનું માસ પ્રમોશન ઈચ્છે છે!!
નાનકડા બારમાં નેતૃત્વ કરી બાર કાઉન્સિલના ચેરમેન પદ પર પહોંચેલા શ્રી જે. જે. પટેલ બાર કાઉન્સિલના ના સંચાલક રહ્યા છે ત્યારે વકીલો તેમના શ્રેષ્ઠ અનુભવનો લાભ સમગ્ર જનતાને મળે તેમ ઈચ્છે છે?!
અમેરિકાના જાણીતા વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન એ કહ્યું છે કે ““કાં તો કંઈક વાંચવા લાયક લખો કાંતો કંઈક લખવા લાયક કરો”!! અમેરિકાના ઔષધશાસ્ત્રીયે સરસ કહ્યું છે કે “નોબલ પ્રાઇસ તો ઠીક છે મેં જે દવા શોધી છે એ જ સાચું નામ છે”!! ભાજપ લીગલ સેલના ગુજરાત પ્રદેશ લીગલ સેલના કન્વિનર તરીકે સેવા આપનાર શ્રી જે.જે.પટેલ ગુજરાત બાર કાઉન્સિલ ના પૂર્વ ચેરમેન પણ છે
તેમની ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલે પાંચમી ટર્મ માટે ભાજપ પ્રદેશ લીગલ સેલના પ્રદેશ કન્વિનર તરીકે શ્રીજે.જે.પટેલની નિયુક્તિ કરતા ભાજપની વિચારધારામાં માનતા અને નહીં માનતા એવા અનેક વકીલ અગ્રણીઓને પ્રદેશ પ્રમુખ સી.આર .પટેલના ર્નિણયને આવકાર્યો છે
રસ્તે ભસતા દરેક કુતરા તરફ પથ્થર ફેકવા ઊભા રહી જશો તો તમે ક્યારેય તમારી મંઝિલે પહોંચી નહીં શકો પરંતુ શ્રી જે.જે.પટેલ પોતાના રાજકીય હરીફો પર નેતૃત્વ દ્વારા અનેક પડકારો ની વેતરણી પાર કરીને પોતાને સક્ષમ નેતા પુરવાર કરતા હવે ૨૦૨૨ ની ચૂંટણીમાં પણ તેમનું કદ વધે એવી સંભાવના છે!
બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે એક વખત કહ્યું હતું કે “”રસ્તે ભસતા કુતરા તરફ તમે પથ્થર ફેકવા ઊભા રહી જશો તો તમે ક્યારેય તમારી મંઝિલે નહીં પહોંચી શકો”!! ભાજપ લીગલ સેલના પ્રદેશ કન્વિનર તરીકે નિયુક્ત થયેલા શ્રી જે.જે. પટેલે તેમની પર રાજકીય પથ્થરો ફેકનારાઓને માત આપીને ભાજપ પ્રદેશ કક્ષાનું પોતાનું પદ યોગ્ય પ્રતિભા સાથે જાળવી રાખ્યું છે
અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે શ્રી જે. જે. પટેલ ની સતત પાંચમી વખત ભાજપ પ્રદેશ લીગલ સેલના પ્રદેશ કન્વિનર તરીકે નિયુક્તિ કરતાં પોતાનું રાજકીય અસ્તિત્વ પણ ઉજાગર કર્યું છે અત્રે એ નોંધનીય છે કે શ્રી જે.જે. પટેલે વકીલોની માતૃસંસ્થા ગુજરાત બાર કાઉન્સિલ ના સમરસ જૂથના નેતા તરીકે ઉભરી આવ્યા પછી પોતાની રાજકીય પાંખ નું વર્ચસ્વ જાળવી રાખ્યું છે અને વકીલોના વ્યાપક હિતમાં બે બે વાર કરોડો રૂપિયાની સહાય સરકારમાંથી અપાવીને વકીલો ના હિતાર્થે અદભુત કાર્ય કર્યા છે
નજર અંદાજ કરી શકાય નહી ત્યારે હવે ગુજરાત ભરના ભાજપ સાથે જાેડાયેલા હજારો વકીલો પણ શ્રી જે.જે. પટેલને ૨૦૨૨ માં વિધાનસભાની ચૂંટણી પછી સરકારમાં સમગ્ર વકીલ આલમમાં નેતૃત્વ કરતા જાેવા માગે છે એવી વકીલોમાં વ્યાપક ચર્ચાએ જાેર પકડયું પકડ્યું છે ત્યારે ભાજપનું મોવડીમંડળ તેની નોંધ લેશે?!
અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર આસોસીએશન ના પૂર્વ પ્રમુખ સોસાયટી ફોર લીગલ જસ્ટિસ ના ચૅરમૅન શ્રી બી.એમ.ગુપ્તાએ અંત;કરણ પૂર્વક શ્રી જે.જે.પટેલ ને શુભેચ્છા પાઠવતા જણાવ્યુ છે કે શ્રી જે.જે.પટેલ ને તેમના જીવનમાં વધુ ને વધુ પોતાના વ્યક્તિત્વ ને ઉજાગર કરવાની તક મળે અને વકીલોની સેવા કરે એવી અભ્યર્થના છે
તો બીજી તરફ ફોજદારી કોર્ટ ના જાણીતા એડ્વોકેટ શ્રી જિગ્નેશભાઈ પટેલ, શ્રી જતિનભાઈ રાઠોડ, શ્રી જિગ્નેશભાઈ રાવલ, શ્રી મૃણાલભાઈ પટેલ, શ્રી હસમુખભાઇ ચૌહાણ, શ્રી હસમુખભાઇ રોહિત, શ્રી અનંતભાઈ પટેલ, શ્રી પ્રજ્ઞનેશભાઇ પટેલ, અને શ્રી ભાવિકભાઈ ગજજરે પણ શ્રી જે.જે.પટેલ પંચમી વખત સતત ભાજપ લીગલ સેલ ના પ્રદેશ કન્વીનર તરીકે નિયુક્ત થતાં હાર્દિક અભિનંદન પાઠવે છે