રવિવારે રેસ્ટોરન્ટો-હોટલો બહાર જમવા માટે ‘વેઈટીંગ’ ની લાઈનો લાગી
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ‘ભૂખ્યા પેટેે ભજન ન થાય’ એવી આપણે ત્યાં કહેવત છે. પણ કોરોનાના કેસ ઘટતા અને વેક્સિનેશનના ડોઝ લીધા બાદ નાગરીકો કોરોનાને ભૂલી ગયા હોય એવું જણાઈ રહ્યુ છે. ‘ભૂખ્યા’ નગરજનો કોરોનાને ભૂલ્યા છે. શનિવારે-રવિવારે રેસ્ટોરન્ટોમાં લાંબા લાંબા વેઈટીંગ જાેવા મળી રહ્યા છે.
લોકો છેક બપોરે- બે -ત્રણ વાગ્યા સુધી જમવા માટે લાઈન લગાવે છે. એમાં પણ જે રેસ્ટોરન્ટોમાં કુપન સિસ્ટમ જ ચાલતી હોય.એમાં તો ભારે ભીડ જાેવા મળે છે. બે કૂપન પર એક ફ્રી’ હોય છે. આવી કૂપનોની ચોપડી ખરીદવી પડતી હોય છે. તેના સેલ્સમેનો હોય છે.
એમાં અલગ અલગ રેસ્ટોરન્ટ-હોટેલ્સ અને પિત્ઝા સેન્ટરોને સાંકળવામાં આવ્યા હોય છે. જેમાં દરેક રેસ્ટોરન્સની અલગ અલગ સ્કીમ હોય છે. એસ.જી. હાઈવે પર ઈસ્કોન ચારરસ્તા પાસે એક રેસ્ટોરન્ટ- હોટલમાં આ પ્રકારની કૂપન ચાલતી હોવાથી ત્યાં બે-ત્રણ વાગ્યા સુધીના વેઈટીંગ જાેવા મળે છે.
શનિવાર-રવિવારે તમારો નંબર બપોરના બે વાગ્યા સુધીમાં લાગ્યો તો તમારૂ નસીબ. માત્ર પંજાબી, ચાઈનીઝ પિત્ઝા સેન્ટરો નહીં, ગુજરાતી થાળીમાં પણ એટલી જ ભીડ હોય છે કે રેસ્ટોરન્ટવાળા વિચારમાં પડી જાય છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને હજુ સમય છે, કેસ ઘટ્યા છે વળી, માથે કોરોના સામેની વેક્સિન પણ લઈ લીધી હોય પછી તો પૂછવું જ શું?? લોકો ખાવા પર રીતસરના તૂટી પડતા હોય એવા દ્રષ્યો સર્જાઈ રહ્યા છે. વેક્સિન લીધા પછી કોરોના કશું બગાડી લેશે નહી એવી એક નાગરીકોમાં ભ્રમ જાેવા મળી રહ્યો છે.
પરિણામે માસ્ક પહેરવું, સોશ્યલ ડીસ્ટન્સના નિયમો પાળવામા બેદરકારી દાખવવામાં આવી રહી છે. શનિવાર-રવિવારે તો ‘વેઈટીંગ’ ની કતારો દરેક જગ્યાએ જાેવા મળી રહી છે.