PI અજય દેસાઇનો નાર્કો તેમજ પોલીગ્રાફ ટેસ્ટ થશે
વડોદરા: વડોદરા ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગુમ થવાનો મામલો હવે વધરે ગૂંચવાયો છે. આ મામલે હવે સ્વીટી પટેલના પતિ એવા પીઆઈ અજય દેસાઈનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરવાની કોર્ટે મંજૂરી આપી છે. કોર્ટે તપાસ અધિકારીને બંને ટેસ્ટ કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ મામલે તપાસ અધિકારી ડીવાયએસપી તરફથી અજય દેસાઇનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. આ કેસમાં બે દિવસ પહેલા દહેજના અટાલી ગામ ખાતેથી કેટલાંક હાડકાં મળ્યા હતા. જાેકે, આ મામલે હાલ એફએસએફ તપાસ કરી રહી છે. આ કેસમાં જેમ જેમ નવી વિગતો સામે આવતી જાય છે
તેમ તેમ કેસ વધારે ગૂંચવાતો જાય છે. અજય.એ.દેસાઈનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટને મંજૂરી મળ્યા બાદ હવે આગામી દિવસોમાં બંને ટેસ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પીઆઈના સીડીએસ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ગુમ થયેલા સ્વીટી પટેલને શોધવા માટે દહેજ પંથકના વિવિધ ગામો ખાતે પોલીસની ટીમો તરફથી સર્ચ ઓપરેશન શરૂ રાખવામાં આવ્યું છે. છેલ્લા છ દિવસથી આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે
બે દિવસ પહેલા પોલીસની તપાસ ટીમને દહેજના અટાલી ગામ ખાતેથી કેટલાંક હાડકાં મળ્યા હતા. આ હાડકાં માનવ શરીરના હોવાથી તેને તપાસ માટે સુરત એફએસએલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઇનું મોબાઇલ લોકેશન પણ આ ગામ ખાતે મળી આવ્યું હતું. આથી પોલીસને હાડકાં મળવા અને અજય દેસાઇનું લોકોશન આ જ ગામમાં મળ્યું હોવા અંગે કોઈ કડી મળી રહી હોવાનું લાગી રહ્યું છે. જાેકે, એફએસએલ રિપોર્ટ બાદ જ માલુમ પડશે કે હાડકાં સ્વીટી પટેલના છે કે નહીં.